SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ હિય તે ગ્રહ દશાપતિ કહેવાય છે. તેનું ફળ અનુક્રમે હાનિ, ધન પ્રાપ્તિ, રંગ, લક્ષ્મી, બંધન, ભય અને ધન પ્રાપ્તિ છે. - રવિ સોમ અને ગુરુનું ગ્રહગોચર અનુકૂળ ન હોય તો ગ્રહોથી અષ્ટવર્ગની શુદ્ધિ જેવી. નારચંદ્રમાં કહ્યું છે કે रविशशिजीवैः सबलैः, शुभदः स्याद् गोचरोऽथ तदभावे । ग्राह्याऽष्टवर्गशुद्धि-जननविलग्नग्रहेम्यस्तु ॥१॥ અથ–“બળવાન રવિ, ચન્દ્ર અને ગુરુ વડે મેચર શુભદાયી થાય છે, પણ તેમ ન હોય તે જન્મથી, લગ્નથી અને ગ્રહોથી કરાયેલ અષ્ટવર્ગની શુદ્ધિ લેવી.” # ૧ સૂર્યાદિ ગ્રહમાં હરકોઈ ગ્રહ નિર્બળ, પ્રતિકૂળ કે નષ્ટ હોય તે અનુક્રમે–પદ્મપ્રભુસ્વામી, ચન્દ્રપ્રભસ્વામી, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, આદિનાથ, સુવિધિનાથ, મુનિસુવ્રતસ્વામી, નેમિનાથ અને પાર્શ્વનાથ પ્રભુની પરિકર (પરઘર) વાળી પ્રતિમાની પૂજા કરવાથી શાંતિ થાય છે. એક વેધ વિના કાર્ય કરનાર મનુષ્ય પાછા પડે છે, માટે ગેચરશુદ્ધિ કર્યા પછી દરેક ગ્રી વેધથી થયેલ અશુદ્ધિ અને વાધિથી થયેલ શુદ્ધિ તપાસવી. ગોચરથી શુભ થયેલ હરકોઈ ગ્રહ વેધક સ્થાનમાં રહેલ ગ્રહ વડે વિંધાયાથી અશુભ થાય છે, અને ગોચર વડે દુષ્ટ થયેલ ગ્રહ વધ્યસ્થાનમાં રહેલ ગ્રહથી વાવેધે વીંધાયાથી શુભ થાય છે, તથા દુષ્ટગ્રહ પણ સોમ્ય થાય છે. ગ્રહના શુભસ્થાને અને વેધક સ્થાને, આ પ્રમાણે છેરવિનું શુભસ્થાન ૩-૬-૧૦-૧૧ છે, અને અનુક્રમે વેધકાન ૯-૧૨-૪-૫ છે. ચન્દ્રનું શુભસ્થાન ૧-૩-૬-૭-૧૦-૧૧ છે, અને અનુક્રમે વેધકસ્થાન પ-૬-૧૨૨-૪-૮ છે મંગળનું શુભસ્થાન ૩-૬-૧૧ છે, અને અનુક્રમે વેધકસ્થાન ૧૨-૪-૯ છે. બુધનું શુભસ્થાન ૨-૪-૬-૮-૧૦-૧૧ છે, અને અનુક્રમે વેધક સ્થાન ૫-૩-૯–૧-૮-૧૨ છે. ગુરૂનું શુભસ્થાન ૨-૫––––૧૧ છે, અને અનુક્રમે વેધક સ્થાન ૧૨-૪-૩-૧૦-૮ છે. શુક્રનું શુભસ્થાન ૧-૨-૩-૪-૫-૮-૯-૧૧-૧૨ છે, અને અનુક્રમે વેધક સ્થાન ૮-૭–૧–૧૦-૯-૫-૧૧-૩-૬ છે. પરિકરવાની પ્રતિમાના આસનમાં નવગ્રહના ચિહ્નો હોય છે તે તેની પૂજા કરવી, પણ તે ન મળે તે પછી પરિકરથી રહિત પ્રતિમાની પૂજા કરવી.
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy