________________
પ્રકાશકીય નિવેદન
––––(૦) ––– સાહિત્યસૃષ્ટિમાં અનેરી ભાત પાડત, પરમાતું મહાકવિ ધનપાલ કૃત આ “તિલકમંજરી” નામને સાહિત્ય ગ્રંથ પ્રકાશિત કરતાં અમે અપૂર્વ આનંદ અનુભવીએ છીએ.
પરમપૂજય પ્રતિભામૂર્તિ શ્રી શાંત્યાચાર્ય વિરચિત ટિપ્પન તથા વ્યાકરણ વાચસ્પતિ કવિરત્ન શાસ્ત્રવિશારદ પ. પૂ. આ. શ્રીમદ્વિજયલાવયસૂરીશ્વર વિરચિત પરાગટીકાથી અલંકૃત પ્રસ્તુત ગ્રંથ સાહિત્યક્ષેત્રમાં “સુવર્ણમાં સુગંધની જેમ અતીવ આકર્ષક ને આદરપાત્ર બનશે અને સાહિત્યપિપાસુઓની દીર્ઘકાલીન પિપાસાને અચૂક રીતે શાંત કરશે અને નુતન ચેતન્ય પ્રકટાવશે એવું અમે ચોકકસ માનીએ છીએ.
પરમ પૂજ્ય શ્રી શાંત્યાચાર્ય કૃત ટિપ્પન તથા અત્યંત શુદ્ધ કરેલી તિલક મંજરીની મૂલ પ્રતિ સાહિત્યરસિક મુનિરાજ શ્રી “પૂણયાવજયજી મ’ દ્વારા પ્રાપ્ત થઈ છે. અને બીજી ટિપનની પ્રતિ આનંદ પુસ્તકાલય” સુરત તરફથી મળેલ છે. આથી તે બંનેને સહુદય આભાર માનીએ છીએ.
વળી આ ગ્રંથ-પ્રકાશનને વધુ આદરણીય બનાવવા માટે ટીકાકાર મહર્ષિના શિષ્યરત્ન વિદ્વતશિરોમણિ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી દક્ષવિજયજી ગણિવર્ય મહારાજશ્રીએ સંસ્કૃત ભાષામાં ગ્રંથની તલસ્પર્શી મહત્તા અને તુલના દર્શાવતી પ્રસ્તાવના લખી આપી છે. અને તેમના શિષ્યરત્ન વિદ્વર્ય પૂજ્ય પંન્યાસજી શ્રી સુશીલવિજયજી ગણિવરે “તિલકમંજરી કથા સાર” ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષામાં તૈયાર કરી આપેલ છે, તેથી તે બંને મહાત્માઓના પણ અમો અત્યંત ત્રણી છીએ. વળી આ ગ્રંથ ઉપર ગુજરાતી ભાષામાં વિશાળકાય પ્રસ્તાવનાના લેખક પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધીને પણ અમે સહુદય આભાર માની આનંદિત થઈએ છીએ.
પ્રાન્ત આ ગ્રંથના પ્રકાશનમાં આર્થિક સહાયક શાહપુર નિવાસી શ્રેષ્ઠિવર્ય શ્રી છટાલાલ ભાઈચંદભાઇને પણ પાજિત લક્ષ્મીને સદ્વ્યય કરવા બદલ સહૃદય સાનુદન ધન્યવાદ આપીએ છીએ.
આ ગ્રંથના સાત મુફ સંશોધક વ્યાકરણતીર્થ પંડિત શ્રી અંબાલાલ પ્રેમચંદને પણ આભાર માનવાનું અમે ભૂલી શકતા નથી. એ જ. પ્રકાશક,