SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શિલ્પશાસ્ત્રમાં આ ચાર પ્રકારના શિલ્પકારનું વર્ણન મળે છે. તે હાલના ઈજીનીયર ખાતાના સ્ટાફને લગભગ મળતું આવે છે. બાંધકામ ખાતાના ઉપરીને પ્રાચીન વખતમાં સ્થપતિ કહેવામાં આવતે અને હાલમાં તેને ચીફ ઈજીનીયર કહે છે. સ્થપતિના હાથ નીચે રહી કળાનું કામ કરનારને સૂત્રગ્રાહી કહેતા અને હાલમાં તેને આકીટેકટ કહે છે. विना स्थपत्यादिचतुष्टयेन गृहादि कर्तुं न च शक्यतेऽस्मात् । प्रसादितैस्तैरथ विप्रवर्य सुसूक्ष्मधीः कारयतां गृहाणि ॥ હે વિપ્રવર્ય સ્થપતિ વગેરે ચારની મદદ વગર ગૃહાદિ કાર્ય કરવું અશક્ય છે. તેથી તેમને ખુશ કરી દીર્ઘ દૃષ્ટિવાળા પુરૂએ ગૃહાદિ કાર્ય કરાવવું.” આ પ્રમાણે દેશ, કાળ, સમય તેમજ ગ્રહાદિને ઉત્તમ ગ, ભૂમિ આદિની શુદ્ધિ, પાષાણુ વગેરેની પરીક્ષા અને ઉત્તમ સંયેજનાપૂર્વક પ્રાસાદ કે ગૃહ નિર્માણ કરવું એ પ્રાચીન શિલ્પશાસ્ત્રને સ્પષ્ટ આશય ઉપરના વર્ણન ઉપરથી જણાઈ આવે છે. વળી આવા સર્વાગપૂર્ણ કાર્ય માટે યોગ્ય શિલ્પીની ખાસ આવશ્યકતા मृत्कर्मशो गुणी शक्तः सर्वकर्मस्वतंत्रकः । गुरुभक्तः सदा हृष्टः स्थपत्याद्यनुगः सदा ॥ तक्षितानां तक्षकेणाप्युपर्युपरि युक्तितः ॥ वृद्धिकृद वर्धकिः प्रोक्तः सूत्रग्राह्यनुगः सदा ॥ एभि विनापि सर्वेषां कर्म कर्तुं न शक्यते ।। तस्मादेव सदा पूज्यः स्थपत्यादिचतुष्टयः ॥ સ્થપતિને પુત્ર અથવા શિષ્ય સૂત્રગ્રહી જા અને તે સ્થપતિની આજ્ઞાનું પાલન કરનારે અને સર્વ કાર્યોમાં નિપુણ હોવો જોઈએ. સૂત્ર, દંડ અને પ્રમાણ તેમજ માન, ઉન્માન અને પ્રમાણને જાણનારે અને સ્કૂલ તથા. સૂક્ષ્મ પાષાણોને જે ઘડનાર હોય તેને તક્ષક કહ્યો છે. માટીનું કામ જાણુના, ગુણવાન અશકત, દરેક કાર્ય કરવામાં સ્વતંત્ર, ગુરૂભક્ત, હમેશાં પ્રસન્ન ચિત્ત અને સ્થપતિ વિગેરેની આજ્ઞાને વશ વર્તારો તેમજ તક્ષિત-ઘડેલા પાષાણેને સુધારો વધારો કરી વૃદ્ધિ કરનાર વર્ધક જાણે અને તે સદા સત્રમાહીને અનુસરનારે હૈય છે. આમના સિવાય કોઈપણ કાર્ય થઈ શકે નહિ. માટે સ્થપતિ વિગેરે ચાર શિલ્પકારની સદા માન પ્રતિષ્ઠા કરવી.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy