SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રના સેમિનાથપ્રભાસક્ષેત્રમાં જેની ઉત્પત્તિ છે તેવા શિકર્મના જ્ઞાતા સેમપુરા વિશ્વકર્મા સ્વરૂપ છે. સોમનાથજીની આજ્ઞા વડે વિશ્વકર્માના અનુગામી પાષાણ કર્મના કર્તા, ચોરાશી કળાના જ્ઞાતા, ચોરાશી પ્રકારના બ્રાહ્મણેમાં ધર્મશાસ્ત્રના ગુણયુક્ત ભોગ અને ઐશ્વર્ય વડે ભતા એવા બ્રિજ કર્મમાં અનુરક્ત સેમપુરા બ્રાહ્મણે થયા. સેમપુરા શિલ્પીઓ મૂર્તિઓ ને મંદિરનું નિર્માણ કરે છે તેઓ પાસે હસ્તલિખિત શિલ્પગ્રંથને સંગ્રહ હોય છે. પવિત ધારણ કરે છે. તેમાં ૧૮ ગોત્ર છે. તેથી પરસ્પર લગ્ન ગ્રંથીથી જોડાય છે. સગોત્ર લગ્ન કરતા નથી, પુનર્લગ્નની પ્રથા પાછળથી દાખલ થઈ. બ્રાહ્મણ સિવાય કેઈનું જમતા નથી. આ સોમપુરા શિલ્પીઓ-ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મેવાડમાં વસેલા છે એટલે તેઓએ પશ્ચિમ ભારતના સુપ્રસિદ્ધ શિલ્પ સ્થાપના તેઓ નિર્માણ કરેલા છે. તેઓ બ્રાહ્મણ હોવાથી તેમણે યજમાન વૃત્તિ સ્વિકારી દાન ગ્રહણ કરવાની ના પાડી તેથી દેવોએ તેઓને આ પૃથ્વી પર વિશ્વકર્મા સ્વરૂપે પ્રવૃત્તિ કરાવી. ૨ મહા પાત્ર-મહારાણુ પૂર્વ ભારતના ઓરીસ્સામાં વસે છે તેઓ શિલ્પના સુંદર મંદિરે શાસ્ત્રવિધિ પ્રમાણે બાંધે છે. તેઓ પાસે શિ૯૫ગ્ર થે હસ્તલિખિત હોય છે. પુરી અને ભુવનેશ્વર તથા કેનાના મંદિરો તેઓના વડીલના બાંધેલા છે. વિશ્વકર્મા મહારાણા અને મહાપાત્રની બે પદવીઓ ત્યાંના શિલ્પીઓ વિશેષ ધારણ કરે છે. પુરીમાં તેઓના ૩૦ કુટુંબે વસે છે. યોજપુરમાં બે કુટુંબ અને ભુવનેશ્વરમાં બે કુટુંબ વસે છે. ૩. પંચાનન જાતિના શિપીઓ-કર્ણાકટ, આંધ્ર ને મહારાષ્ટ્રના પ્રદેશમાં વસે છે. વિશ્વકર્મા જાતિના પંચાનન નામની જાતિના શિદ્ર એ પિતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. યજ્ઞોપવિત ધારણ કરે છે, વિશેષ ભાગના માંસાહાર કરતા નથી, થોડો વર્ગ અમુક પ્રદેશમાં રહે છે, ગાયત્રી પૂજાપાઠ કરે છે, સ્ત્રીએ પુનલન કરતી નથી, તેઓ પાસે શિપગ્રંથોનો સંગ્રહ હોય છે. આ પંચાનન શિલ્પીઓ એકજ જ્ઞાતિના છે અને તેઓ (૧) શિકી (૨) સુવર્ણકાર (૩) કંસકાર (૪) કાષ્ટકમ કાર અને (૫) લેહકાર એમ જુદા જુદા પાંચ વ્યવસાયના જુથેની એકજ જ્ઞાતિ છે–એકજ વ્યવસાય ધંધાદારીનું એક ગોત્ર છે તેથી તેઓ પિતાના ધંધાદાર ભાઈમાં સગોત્ર લગ્ન કરી શકે છે, તેઓ બ્રાહ્મણ સિવાય કેઈના હાથનું ભજન લતા નથી.
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy