SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) સાંધાર જાતિ:–આ જતિમાં ગર્ભગૃહ ફરતે પ્રદક્ષિણામાર્ગ પછી દિવાલની બહાર રથ, પ્રતિરથ, ભદ્રાદિ ઉપાંગો કાઢેલાં હોય છે. તે બહારની બાજુના પ્રમાણથી શિખર વિસ્તાર થાય છે. આવા પ્રકારને સાંધાર કહે છે. જેને પ્રદક્ષિણામાર્ગ નથી હોતો તેવા નાગર પ્રાસાદને નિરધાર પ્રાસાદ કહે છે. સાંધારની રચનામાં પ્રકાશને બહુ અન્ય અવકાશ રહે છે. તેથી તેને સ+અન્ધાર કહે છે. તે નાગર જાતિના સર્વ લક્ષણયુક્ત થાય છે. આવા પ્રાસાદે ગુજરાત, રાજસ્થાન, મેવાડ, મધ્યપ્રદેશ, ખજુરાહોમાં થયેલાં છે. સોમનાથ મહાપ્રાસાદ આ જ પ્રકારને કહેવાય. (૭) ફાસનાકાર:–આ જાતિના પ્રાસાદોમાં સામાન્ય પીઠ મંડોવર પર છાજલીએના ઘાટના ક્રમશઃ થરે ઉત્તરોત્તર સંકોચ કરી, ચડાવી, ટોચ પર ઘંટા, કળશ મૂકેલા હોય છે. ભદ્ર પર સિંહકણું(ટે ઉદ્ગમ)વાળી રચનાને અપરાજિતકાર નપુંસકા ફાસનાકાર કહે છે. કેટલાક ખૂણા પર નાની ફાસનાના કૂટ જેવા ચડાવે છે. ફાસનાકારના નળદર્શનમાં હસ્તાંગુલ ઉપાંગેવાળા ફક્ત કણ રેખા અને ભદ્ર વિશેષ કરીને હેાય છે. ફાસના શૈલી ગર્ભગૃહ પરથી મંડપ પર ફાસના કરવાની પદ્ધતિ પાછલા કાળમાં પ્રવિષ્ટ થઈ. ફાસનાકાર મંદિરે ખજુરાહો-ગુજરાત, ચેદીપ્રદેશ, અમરકંટક, આબુ, રાજસ્થાન, કલિંગના ભુવનેશ્વર-પુરી કોણાર્કમાં છે. તેના ઉલ્લેખ “જ્યપૃચ્છા ', “પ્રમાણમંજરી” “વૃક્ષાર્ણવ', અપરાજિતપૃચ્છા” અને “લક્ષણસમુચ્ચય'માં પ્રાપ્ત થાય છે. ભારતના પ્રત્યેક પ્રદેશમાં ગામડાંઓમાં ફાસનાકાર મંદિરે સાદા રૂપમાં જોવામાં આવે છે. કલિંગના શિપીઓ ફાસનાની છાજલીને “વીરા' કહે છે. તેના પાંચસાત થરોના ઉદયને “વોટર” કહે છે. વચ્ચે સાદા થરને ક્રાતિ' કહે છે. ઘંટા નીચે ગ્રીવાને “ી ” કહે છે. ફાસનાના સર્વ શેરોમાં ઉદયને “” કહે છે. તેમ શિખરના ઉદયભાગને પણ “inલી' કહે છે. ઉડિયાના શિલ્પીઓની ભાષાના આ પ્રાકૃત શબ્દથી થરને પરિચય થાય છે. ૮. વિરાટ, ૯ વિમાન, ૧૦. વિમાન નાગાર, ૧૧, વિમાન પુષ્પક, પર, મિશ્ર–આ જાતિના પ્રાસાદનાં સ્વરૂપે જાણવાનું હજુ સુધી સુલભ થયું નથી. સંશોધન કરવું જરૂરી છે. ૧૩. સિંહાલેકન – છાઘથી ઉત્પન્ન થયેલ ખૂણે સિંહથી શોભતે તે પર ઘંટાની આકૃતિવાળે સિંહાવકન છંદને પ્રસાદ જાણ. ૧૪. રથારૂહ-નાગર છંદથી ઉદ્ભવેલ શકટ-ગાડાના ઉપર નાગર છંદને, જેની નીચે ચક્ર હોય તેવા આકારને રથારૂહ છંદને પ્રાસાદ જણ. દારૂકર્મ = (કાષ્ઠકર્મ) થી થતા સિવાવલેક દારૂના જેવા છંદને રથારૂહ કહે છે. ભારતીય કળામાં આવેલી વિકૃતિ–વર્તમાન કાળમાં પ્રાચીન ભારતીય કારીગરીને નાશ થઈ રહ્યો છે. આ વાત કહેતાં દુઃખ થાય છે. વર્તમાનમાં સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર ત્રણે કળામાં વિકૃતિ આવી છે. તે ભારતીય કળાને નાશ કરશે. સ્થાપત્યમાં પશ્ચિમનું અનુકરણ
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy