SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છ પ્રદેશમાં સોમપુરા શિલ્પીને ગઈધર કહે છે. તે “ગજધર” શબ્દનું અપભ્રંશ છે. ગજને ધારણ કરનાર મોટો સૂત્રધાર શિલ્પી પુરાણોમાં અને શિલાલેખમાં, શિલ્પશાસ્ત્રી સ્થપતિ અને સૂત્રધારના નામથી સંબોધાયેલ છે. સૂત્રધારનું ટૂંકું અપભ્રંશ “ધાર’ થયું અને પછી “ઠાર થયું. હાલમાં સોમપુરા શિલ્પીઓમાં વેવાઈએ ફલાણું “ઠાર ” એ રીતથી સંબોધે છે. અંગ્રેજી રાજ્યશાસનમાં કારીગર વર્ગના સમૂહના ઉપરીને મીસ્ત્રી શબ્દથી સંબેધાય છે, પરંતુ શિલ્પીઓને આ સંબધન અયોગ્ય છે. ઉત્તર ભારતમાં પાષાણ કર્મ કર્તાને શિલાવટ કહે છે. શિલાવટનું અપભ્રંશ “સલાટ' ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં સ્થાપત્યાધિકારીના કર્માનુસાર ઉત્તરોત્તર વર્ગ પાડેલા છે. ૧. રથપતિ પ્રમુખ, (ચીફ એજીનિયર ); ૨. સૂત્રગ્રાહી (આર્કીટેકટ, ડ્રાફટસમેન, આસિસ્ટન્ટ એનિયર ); ૩. તક્ષક, (પાષાણક નકશીકામ કરનાર ); ૪. વધેકા (કાષ્ઠકર્મમાં કુશળ અથવા મોડલિસ્ટ (મૃતિયાકર્મમાં પ્રવીણ)–આ સર્વ એક એકની આજ્ઞામાં રહેનારા કહ્યા છે. ભારતીય પ્રાસાદની ચૌદ જાતિઓ ભારતમાં પ્રાદેશિક રીતે પ્રાસાદેની જાતિઓ-શૈલીઓ કહી છે. ૧. નાગર, ૨.દ્રવિડ, ૩. લતીન ૪. ભૂમિજ ૫. વિમાન, ૬. મિશ્રક, ૭. વિરાટ, ૮. “સાંધાર, ૮. વિમાનનાગર, ૧૦. વિમાનપુષ્પક, ૧૧. વલભી, ૧૨. ફાસનાકાર, ૧૩. સિંહાવકન, ૧૪. થારૂહ. આ જાતિઓના વિષયમાં નાગરશિપગ્રંથ “મવરાત્રિતરૂછ માં બહુ સ્પષ્ટતાથી પ્રાદેશિક રીતે, વિવરણ છે. દ્રાવિડ ગ્રંથમાં તો ફક્ત ત્રણ જ જતિ ૧. નાગર, ૨દ્રાવિડ, ૩. વસર જાતિ જણાવી છે. “સમાન સૂત્રધાર' ગ્રંથમાં થેડી વિશેષ જાતિ કહી છે પણ તે અપૂર્ણ છે. પરંતુ “ સમુદર' ગ્રંથમાં વધુ સ્પષ્ટતાથી કહેલ છે. દ્રાવિડ ગ્રંથેમાં “કામિકાગમ' વધુ સ્પષ્ટતા બતાવે છે. કાળક્રમે થયેલા પ્રાસાદની જાતિનાં દષ્ટાંતે જે લઈએ તે સર્વ પ્રથમ વલભી જાતિ આવે છે. તે પછી લતીન, નાગર, દ્રાવિડ, ભૂમિ, સાંધાર અને ફાસના જાતિ આદિને મૂકી શકીએ. - (૧) વલભી જાતિના પ્રાસાદે ઘણા પ્રાચીનકાળના ભારતના પ્રત્યેક પ્રાંતોમાં અલ્પ ફેરફાર સાથે મળે છે. સૌરાષ્ટ્રમાં કદવાર, ગોપ તથા વિસાવાડા, દ્રાવિડમાં મહાબલિપુરમ, હિમાલય પ્રદેશમાં, અને કલિંગ-ઓરિસામાં ભૂવનેશ્વરનું અલંકૃત વૈતાલ દેવળ આદિ આ સર્વ વલભી જાતિના પ્રાસાદે છે. આ જાતિને આપણે આદ્ય માની લઈએ તે તે કંઈ અયુક્ત તે નહિ જ ગણાય. લંબચોરસ ગર્ભગૃહના તળછંદ પર ગજપૃથ્વીકૃતિ(વડિકા જેવા લેઢિયા)ની ભૂમિકાઓ ચઢાવી, ઘંટાકળશ ચઢાવેલ હોય છે. એાછા ઘાટવાળા પીઢ પર સાદા મંડોવરના શિરે ભાગ પર સકંઇવેદી ગોળ વલિકાના જેવી લંબ અર્ધ ગોળાકાર વલભી કરેલી હોય છે. તેની નાની બેઉ બાજુ તરફ શિર પર ચંદ્રશાલ અને તેની ટોચ પર બેઉ તરફ સિંહ બેસાડી મધ્યમાં ઉપર એક કે ત્રણ આમલસારાયુકત કળશ મૂકે છે. ત્રીજા પ્રકારમાં ઉપર ચારે તરફ વલિકા અર્ધગોળાકાર કરી, મધ્યમાં વલભી સંકુચિત લંબચોરસ કરી, તેની બે નાની બાજુ પર ચંદ્રશાલા કરી, કળશ ચઢાવે છે
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy