SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ભારતીય સ્થાપત્યકલાનાં સુંદર કલામય દેવાલયો, રાજમહેલો, કિલ્લાઓ, વાવડીઓ વગેરે જલાશ, યંત્ર અને મનુષ્યાલય આદિની મનહર રચનાઓને જોઈને આપણું મન ઘણું જ આનંદિત થાય છે, તે બધાને “વાસ્તુશિલ્પ” કહેવામાં આવે છે. વાસ્તુની ઉત્પત્તિના સંબંધમાં ‘‘અપરાજિતપૃચ્છાના સૂત્ર ૫૩ થી ૫૫ સુધીમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે, તેને સારાંશ એ છે કે, પ્રાચીન સમયમાં અંધકાસુરનો નાશ કરવા માટે મહાદેવને સંગ્રામ કરવો પડ્યો. તેના પરિશ્રમને લીધે મહાદેવના કપાળમાંથી પરસેવાનું એક બિન્દુ ભૂમિ ઉપર અગ્નિકુંડમાં પડ્યું. તેના યોગથી ત્યાં એક મહાભયંકર વિશાલ ભૂત ઉત્પન્ન થયો. તેને દેવોએ ઊંધ પાડીને તેની ઉપર પિસ્તાલીશ દેવ અને આઠ દેવીઓ બેસી ગયાં. આ દે તેના શરીર ઉપર વસવા લાગ્યાં તેથી તે ભૂતનું નામ “વાસ્તુપુરુષ” પાડવામાં આવ્યું. આ વાસ્તુશિ૯૫ વિષયના અનેક ગ્રંથોની રચનાઓ પ્રાચીન આચાર્યોએ સંસ્કૃત ભાષામાં કરેલી જેવામાં આવે છે. તેમાંના અપરાજિતપૃચ્છા, સમરાંગણમૂત્રધાર, મયમતમ, શિલ્પરત્ન, વાસ્તુસાર, શિલ્યદીપક, પરિમાણમંજરી, પ્રાસાદમંડન, રૂપાંડન, દેવતામૂર્તિપ્રકરણ, રાજવલ્લભમંડન, મનુષ્યાલયચંદ્રિકા, વિશ્વકર્મપ્રકાશ, પ્રતિમાલક્ષણ આદિ ગ્રંથો પ્રકાશિત પણ થયેલા છે. તેમાં પણ સંશોધક વિદ્વાન મહા શિલ્પીઓના સહવાસમાં ન આવવાના કારણે વાસ્તુશાસ્ત્રની પરિભાષાથી અનભિજ્ઞ હોવાથી તે તે ગ્રંથે પ્રાય: શુદ્ધતાપૂર્વક પ્રકાશમાં આવી શકયા નથી. તે ગ્રંથે સંસ્કૃત ભાષામાં મૂલમાત્ર હોવાથી અને શિપીઓમાં સંસ્કૃત ભાષાને અભ્યાસ ઓછો હોવાથી તે ગ્રંથનું વિશેષ પડનપાદન થઈ શક્યું નથી. એ જ કારણે આ વિષય અધિક પ્રકાશમાં આવી શક્યો નથી. આ પ્રાસાદમંડન ગ્રંથ શિલ્પવર્ગમાં અધિક પ્રસિદ્ધ છેજેના આધારે આજકાલ સોમપુરા બ્રાહ્મણ જ્ઞાતીય શિલ્પીએ દેવાલય બાંધવાનાં કાર્યો વંશપરંપરાથી કરતા આવે છે. નાગરી શિલીના પ્રાસાદો બાંધવા સંબંધનો આ પ્રાસાદમંડન નામનો ગ્રંથ તેના ગુણષ વિષયમાં પ્રકાશ પાડતો હોવાથી તેનું વિગતવાર સમજૂતીપૂર્વક ભાષાન્તર કરી તેને પ્રકાશમાં લનવાને વિચાર થયો અને એ માટે અનુભવી શિલ્પીઓને સહયોગ સાધવામાં આવ્યો, સાથે અનેક શંકાઓનું સમાધાન કરી આ વિષયના અન્ય ગ્રંથોનું અવલોકન કર્યું, એટલું જ નહિ પણ પ્રાચીન દેવાલયો ઈ તેની વિગતોને અનુભવ મેળવીને ભાષાન્તર કરવા શક્તિમાન થયા. આમાં જે વિષયની અપૂર્ણતા જણાય તે અપરાજિતપૂછા આદિ સમાન વિષયના ગ્રંથમાંથી લઈને તે તે વિષયની પૂર્ણતા કરવામાં આવી છે, અને જે વિષયના અર્થમાં શંકા જેવું રહેતું, તે વિશ્વની પ્રષ્ટિ કરવા માટે અન્ય ગ્રંથોનાં પ્રમાણ પણ આપવામાં આવેલ છે. એકંદર પ્રસાદ વિષયને અભ્યાસ કરનારને વિશેષ સરળતા થાય એવા આશયપૂર્વક કાળજી રાખવામાં આવી છે. છતાં કોઈ શિલ્પીને ભૂલ આદિ જણાય તો લખી જણાવવા કૃપા કરશે, તો તે સાભાર ધન્યવાદપૂર્વક બીજી આવૃત્તિમાં સુધારી દેવામાં આવશે.
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy