SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સુધીની ઊંચાઈને એકવીશ ભાગ કરી, તેમાંના નવથી તેર ભાગની ઊંચાઈમાં શુકનાસ રાખવો. ત્યાં તેર ભાગથી ઉપર શુકનાસ રાખવો નહિ, પણ નીચે રાખવે એ અર્થ ઘટે છે. તેને કલશની સાથે સંબંધ મેળવે તે પ્રામાણિક નથી. “દીપાવ'ના ૧૦ મા અધિકારના શ્લેક ૩ ના ઉત્તરાર્ધથી બ્લેક ૫ સુધીના અઢી બ્રેક અપરાજિતપૃચ્છા' સૂત્ર ૧૮૫ માંની રીતસરની નકલ છે અને તે શુકનાસનું સ્થાન નિર્ણય કરવા સંબંધના છે. તેને અનુવાદકે પાંચમા લેકને ઘૂમટના આમલસાર સાથે જોડવાની ભૂલ કરી છે. આશા છે કે બીજી આવૃત્તિમાં સુધારો કરશે. વિતાન: વિતાન એટલે ચંદરવો. પ્રાસાદની છતને “વિતાન' એવા નામથી ઓળખવામાં આવે છે. તેના મુખ્ય ત્રણ ભેદ છે. ૧. છતમાં જે લટકતી આકૃતિઓ હોય તે તેને “ક્ષિપ્તવિતાન' કહે છે. ૨. છત ઊંચી કરેલી હાય અર્થાત્ ઘૂમટ કરેલ હોય તો તેને “ ઉક્ષિપ્ત વિતાન' કહે છે. ૩. જે છત સમતલ હોય, તો તેને “સમતલ વિતાન' કહે છે. આ છત સાદી હોય અથવા અનેક પ્રકારનાં ચિત્રોથી ચીતરેલી અથવા કોતરેલી હોય છે. દીપાવ” ના પૃષ્ઠ નં. ૧૩૭ માં ક ર૨ ના અનુવાદમાં ક્ષિતોહિપ્ત, સમતલ અને ઉદિત એમ ત્રણ પ્રકારનાં વિતાન લખ્યાં છે. મારી સમજ પ્રમાણે “વિતાનિ જિલ્લા જમણ' આ પદમાં ઉદિતાનિ શબ્દ વદ્ ધાતુનું ભૂતકૃદંત છે, તેથી તેને અર્થ કહેલા છે' એવો ક્રિયાવાચક કરવો જોઈએ. સંવરણા: સંવરણાને શિલ્પીગ “ સાંભરણ' કહે છે. તે મંડપની છતની ઉપર બનાવવામાં આવે છે અને અનેક કળશવાળા હોય છે. તેની રચના શિલ્પીવર્ગ પિતાની બુદ્ધિ અનુસાર બતાવે છે. પણ તે શાસ્ત્રીય હેય એવો નિયમ રહેલો જણાતો નથી. આ ગ્રંથના અને “જ્ઞાનપ્રકાશ દીપાવ” ના ઘણાખરા નકશાઓ એકસરખા જ છે. તેમાં સંવરણાના નકશાઓમાં ઘંટાને અર્થ સમજફેર થઈ જવાથી ઘંટાકૃતિ (ચંદ્રિકા) કરીને ઉપર આમલસારિકા બતાવવામાં આવી છે તેથી તે નકશાઓ અશુદ્ધ થઈ જવા પામ્યા છે. દિપાધના અનુવાદક ઘંટાનો અર્થ ઘંટાકૃતિ એવો કરે છે. રબરૂ પૂછવાથી પણ તેઓ કહે છે કે–સાંભરણું ઉપર આમલસાર મૂકવામાં આવતું નથી, ઘરાકૃતિ જ મૂકવામાં આવે છે. તેમજ તેઓ “દીપાર્ણવ” ના પૃષ્ઠ નં. ૧૬૮ ની નીચેની ટિપ્પણીમાં સ્વયં લખે છે કે –“ વર્તમાન કાળમાં જે સંવરણા ચાવવાની પ્રથા શિલ્પીઓમાં છે તે બસોએક વર્ષથી ચાલી આવતી હોય તેમ જણાય છે. તેમાં શાસ્ત્રીય રીત નથી. આ વિધાનમાં સહેજ ફેર છે, તે સાવ અશાસ્ત્રીય છે તેમ કહેવું બરાબર નથી સંવરણના મથાળે ભયમાં મહાઘટિકા જ કરવી જોઈએ, અહીં પડોમાં કે બીજા પ્રથોમાં ઘટિકાને બદલે આમલસા મૂકવાનું કહ્યું નથી. તેરમ–ચૌદમી સદીની કોઈ કોઈ જૂની સંવરણ ઉપર આમલસા મૂકે જોવામાં આવે છે, પરંતુ તે બરાબર નથી, એમ હું માનું છું. કારણ કે એ સંબધે પાઠ નથી. માટે ત્યાં મહાઘટિકા જ મૂકવી જોઈએ. " શિખરાધ્યાય અને મલક્ષણાધિકારમાં શિખરને શુકનાન્સ મેળવવા કહે છે કે- ગુજરાતના
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy