SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ pઈ પffg ૩૦૩ મિશ્ર ધાતુ રક્તવર્ણની બને છે. (૪) વર્તમાનકાળમાં ઘણુંખરૂં સેનું કે ચાંદી નાંખતા નથી. પરંતુ મિશ્રણનું નીચેનું પ્રમાણ લે છે –(૧) ત્રાંબું દશ ભાગ, (૨) પીત્તળ અરધે ભાગ અને સફેદ સીસું ચોથે ભાગ. પહેલાંની બૌદ્ધ મૂર્તિઓમાં આવા મિશ્રણને ઉલ્લેખ જૂના સીયામીઝ પુસ્તકમાં છે. સીયામમાં કાંસાની મૂર્તિને સમિટ કહે છે. તેનું મિશ્રણ પણ ઉપર પ્રમાણે આપેલું છે. સીયામમાં હિન્દમાંથી આ ધાતુ-મૂર્તિકળા ગયેલી હતી. સેનું, ચાંદી, ત્રાંબું, જસત, સીસું, કલઈ અને લેહ એ સાત શુદ્ધ ધાતુ છે. બાકી મિશ્ર ધાતુ છે. જસત અને ત્રાંબાના મિશ્રણથી કાંસું બને છે. ત્રાંબા અને કલઈને મિશ્રણથી પિત્તળ બને છે. આજે જયપુરમાં ધાતુમૂર્તિકાર માત્ર બે જ ધાતુ વાપરે છે. (૧) પિત્તળ મણ એક, ત્રાંબું શેર પાંચ, (૨) અને બીજા મતે પિત્તળ મણ એક, ત્રાંબું શેર અઢી અને તેનું વાલ રા અગર યજમાનની ઈચ્છાનુસાર સેનું ઉમેરે છે. દ્રવિડમાં ધાતુમૂર્તિને ઢાળવાની કળા-પદ્ધતિ “સિરપડુ” અથવા “નષ્ટમીણ” નામે ઓળખાય છે. દ્રવિડ શિપમાં ધાતુમૂર્તિઓને મીણ પરથી બનાવવાનું કહ્યું છે. પ્રથમ જેવડી અને જેવી સુંદર મૂતિ બનાવવી હોય તેવું મીણનું ઓછું કરે છે. “જ્ઞૌદા ધાતુ પુરિઘન નિતમ્” આમ કહે છે. મીણની બનાવેલ સુંદર મૂર્તિ પર સુંવાળી માટીના જાડા થર સુકાતાં લગી તારથી બાંધે છે. પછી ગરમી આપી અંદરનું મીણનું ઓછું પીગાળી દે છે. તેથી મીણના સ્થળે પિલી જગ્યા થાય છે. તેમાં ગાળેલી ધાતુને રસ રેડી દે છે. ધાતુ બરાબર બેસીને કરી જાય પછી જ માટીનું પડ કાઢી લે છે. ત્યારપછી મૂર્તિને ટાંકણ કે અતરડાકાનસથી ઘડી ઘરની ઝીણું કામ સ્પષ્ટ દેખાડે છે. શિલ્પીની શક્તિ કે કળાના પ્રમાણમાં આવી બનાવટમાં અમુક દિવસો કે મહીનાઓ લાગે છે, નેપાળમાં કાષ્ટમૂર્તિને ધાતુના પતરાથી મઢે છે. આ શેલી ગુજરાતમાં પણ બસોક વર્ષથી ચાલુ થઈ છે. દ્રવિડ ગ્રંથમાં પિલી મૂર્તિઓના બાદ ગયે છે. નાની મૂર્તિઓ માટે તે યોગ્ય હશે. પરંતુ ભારે મોટી મૂર્તિઓ ગુજરાતમાં પિલી ભરાતી હતી. આવી જૈન મોટી મૂર્તિઓ સોમપુરા શિલ્પીઓની ભરેલી ઘણું મળે છે. ગુજરાત અને રાજસ્થાન-ડુંગરપુરમાં સેમપુરા શિલ્પીએ ધાતુનું મૂર્તિકામ કરતા હતા. હાલમાં આ વ્યવસાય કઈ કઈ મેવાડા ગુર્જર અને લુહારભાઈએ કરે છે. જયપુરમાં ધાતુમૂર્તિનું કામ વર્તમાનકાળમાં બહુ પ્રશંસનીય થતું નથી, ત્યાં પાષાણ-મૂર્તિકળા ઘણું ખીલી છે. કવિમાં સંતા (અફવા)ની મૂર્તિઓ અને દીપલક્ષ્મીની જુદી જુદી આકૃતિની
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy