________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( નિવે...દ...ની
સતી અંજનાની આ કથા ઘણી વૈરાગ્યપ્રેરક છે. પૂ. ગુરુદેવને આ કથા ઘણી પ્રિય છે. જ્યારે જ્યારે પુરાણમાં તેઓ આ કથા વાંચે છે ત્યારે અંજના સતી ઉપરનું દુઃખ દેખીને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. આ કથાના વાંચન વખતે એકવાર તેઓ કહેતા હતા કે “ધર્માત્મા ઉપરનું દુઃખ હું જોઈ ન શકું.” પ્રવચનમાં પણ તેઓ ગદ્ગદવાણીથી અનેકવાર અંજના સતીનું ઉદાહરણ આપે છે ને ત્યારે સભાજનો વૈરાગ્યરસમાં મશગુલ થઇ જાય છે. આ રીતે ગુરુદેવને પ્રિય તેમ જ બાળકોને ઉપયોગી એવી આ કથા છપાવવાની ઘણા વખતની ઇચ્છા હતી, તે આજે છપાવવામાં આવી છે ને “સુવર્ણ-સન્ટેશ” ના ગ્રાહકોને ભેટ આપવામાં આવી છે. (તેમ જ બીજી એક હજાર નકલ વધુ છપાવવામાં આવી છે.)
અંજનીનું જીવન ઘણું વૈરાગ્ય અને પૈર્યપ્રેરક છે. કોઈ પણ પ્રકારના પ્રસંગથી હતાશ થયેલા જીવને એની કથા ઉત્સાહિત કરે છે અને તેને ધર્મ આરાધનામાં દઢતા કરાવે છે...તેમાંયે, વનવાસ વખતે ગૂફામાં અંજના સતીને મુનિરાજના દર્શનનો જે પ્રસંગ છે તે તો મુમુક્ષુના રોમ-રોમ ઉલસાવી દે છે. ત્યારે જીવનની હતાશા ખંખેરાઇ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com