SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષશાસ્ત્ર-ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ આ મોક્ષશાસ્ત્રના આધાર ઉપરથી શ્રી અમૃતચંદ્રસૂરિએ “શ્રી તત્ત્વાર્થસાર” શાસ્ત્ર બનાવ્યું છે, તેના ઉપસંહારમાં તે ગ્રંથનો સારાંશ ૨૩ ગાથા દ્વારા આપ્યો છે. તે આ શાસ્ત્રને લાગુ પડતો હોવાથી અહીં આપવામાં આવે છે. ગ્રંથનો સારાંશ प्रमाणनयनिक्षेपनिर्देशादिसदादिभिः। सप्ततत्त्वमिति ज्ञात्वा मोक्षमार्ग समाश्रयेत्।। १।। અર્થ:- જે સાત તત્ત્વોનું સ્વરૂપ ક્રમથી કહેવામાં આવ્યું છે તેને પ્રમાણ, નય, નિક્ષેપ, નિર્દેશાદિ તથા સત્ આદિ અનુયોગો દ્વારા જાણીને મોક્ષમાર્ગનો યથાર્થપણે આશ્રય કરવો જોઈએ. પ્રશ્ન:- આ શાસ્ત્રના પહેલા સૂત્રનો અર્થ નિશ્ચયનય, વ્યવહારનય અને પ્રમાણ દ્વારા શું થાય ? ઉત્તરઃ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે–એ કથનમાં અભેદસ્વરૂપ નિશ્ચયનયની વિવક્ષા હોવાથી તે નિશ્ચયનયનું કથન જાણવું, મોક્ષમાર્ગને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદથી કહેવો તેમાં ભેદસ્વરૂપ વ્યવહારનયની વિવેક્ષા હોવાથી તે વ્યવહારનયનું કથન જાણવું; અને તે બન્નેનું યથાર્થજ્ઞાન કરવું તે પ્રમાણ છે. મોક્ષમાર્ગ એ પર્યાય છે તેથી આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વભાવની અપેક્ષાએ તે સભૂતવ્યવહાર છે. પ્રશ્ન- નિશ્ચયનય એટલે શું? ઉત્તરઃ- “સત્યાર્થ એમ જ છે' એમ જાણવું તે. પ્રશ્ન:- વ્યવહારનય એટલે શું? ઉત્તર- “સત્યાર્થ એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે? એમ જાણવું તે. અથવા પર્યાયભેદનું કથન પણ વ્યવહારનયે કથન છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy