SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૨૮-૨૯ ] [ પ૮૧ ૬. આ સૂત્રનો એવો અર્થ પણ થઈ શકે છે કે, જે જ્ઞાન ચળાચળતા રહિત અચલ પ્રકાશવાળું અથવા દેદિપ્યમાન થાય છે તે ધ્યાન છે. || ર૭ા. ધ્યાનના ભેદ ગાર્નરૌદ્રધર્પશુવાનિાા ૨૮ાા અર્થ - [માર્ત રૌદ્ર ઇન્ચે ગુવત્તાન] આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ- એ ચાર ભેદ ધ્યાનના છે. ટીકા પ્રશ્ન:- આ સંવર-નિર્જરાનો અધિકાર છે અને અહીં નિર્જરાના કારણોનું વર્ણન ચાલે છે. આર્ત અને રૌદ્રધ્યાન તો બંધનાં કારણ છે, તો તેને અહીં કેમ લીધા? ઉત્તર:- નિર્જરાના કારણરૂપ જે ધ્યાન છે તેનાથી આ ધ્યાનને જુદાં બતાવીને, ધ્યાનના બધા પ્રકારો સમજાવ્યા છે. આર્તધ્યાન- દુઃખ-પીડા વિષે ચિંતવન. રૌદ્રધ્યાન- નિર્દય-કૂર આશયનું ચિંતવન. ધર્મધ્યાન- ધર્મસહિત ચિંતવન. શુક્લધ્યાન- શુદ્ધ પવિત્ર ઉજ્વળ પરિણામવાળું ચિંતવન. આ ચાર ધ્યાનોમાં પહેલા બે અશુભ છે અને બીજાં બે ધર્મરૂપ છે. || ૨૮ મોક્ષના કારણરૂપ ધ્યાન પરે મોક્ષદેતૂા. ૨૧ અર્થ- [ રે ] જે ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં તેમાંથી પાછળનાં બે અર્થાત્ ધર્મ અને શુક્લધ્યાન [ મોક્ષદેતૂ ] મોક્ષનાં કારણ છે. ટીકા પહેલાં બે-આર્તધ્યાન અને રૌદ્રધ્યાન-સંસારનાં કારણ છે અને ધર્મ તથા શુક્લધ્યાન મોક્ષનાં કારણ છે. પ્રશ્ન- છેલ્લાં બે ધ્યાન મોક્ષનાં કારણ છે એ તો સૂત્રમાં કહ્યું છે; પરંતુ પહેલાં બે ધ્યાન સંસારનું કારણ છે એવો અર્થ સૂત્રમાંથી શી રીતે કાઢ્યો? ઉત્તર:- મોક્ષ અને સંસાર એ બે સિવાય વચલો કોઈ સાધવા યોગ્ય પદાર્થ નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy