SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૯. સૂત્ર ૨૪-૨૫ ] [ ૫૭૭ નિશ્ચયવિનયનું સ્વરૂપ , શુદ્ધભાવ તે નિશ્ચયવિનય છે. પોતાના અકષાયભાવમાં અભેદપરિણમન સહિત શુદ્ધતારૂપે ટકવું તે નિશ્ચયવિનય છે; તેથી જ કહેવાય છે કે ‘વિનયવંત ભગવાન કહાવૈ, નહિ કિસીકો શિષ નમાવે ’ ( આત્મસિદ્ધિ-પ્રવચનો પા. ૧૭૩), અર્થાત્ ભગવાન વિનયવંત કહેવાય છે પણ કોઈને શિષ નમાવતા નથી. ।। ૨૩।। સમ્યક્ વૈયાવૃત્યતપના દસ ભેદ आचार्योपाध्ययतपस्विशैक्ष्यग्लानगणकुलसंघसाधुमनोज्ञानाम् ।। २४ ।। અર્થ:- [આવાર્ય ૩પાધ્યાય તપસ્વિ] આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, [ શૈક્ષ્ય જ્ઞાન રાળ ઊત] શૈક્ષ્ય, ગ્લાન, ગણ, કુળ, [ સંઘ સાધુ મનોજ્ઞાનાભ્] સંઘ, સાધુ અને મનોજ્ઞ-એ દસ પ્રકારનાં મુનિઓની સેવા કરવી તે દસ પ્રકાર વૈયાવૃત્યતપના છે. ટીકા ૧. સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ (૧) આચાર્ય- જે મુનિ પોતે પાંચ આચારને આચરે અને બીજાને આચરણ કરાવે તે. (૨) ઉપાધ્યાય-જેની પાસે શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવે તે. (૩) તપસ્વી- મહાન ઉપવાસ કરનાર સાધુ. (૪) શૈક્ષ્ય- શાસ્ત્રના અધ્યયનમાં તત્પર મુનિ. (૫) ગ્લાન- રોગથી પીડિત મુનિ. (૬) ગણ- વૃદ્ધ મુનિઓ અનુસાર ચાલનારા મુનિઓનો સમુદાય. (૭) કુળ- દીક્ષા દેનાર આચાર્યના શિષ્યો. (૮) સંઘ- ઋષિ, યતિ, મુનિ અને અણગાર એ ચાર પ્રકારના મુનિઓનો સમૂહ. (સંઘના બીજા પ્રકારે ચાર ભેદો આ પ્રમાણે છે–સાધુ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા.) (૯) સાધુ- જેણે ઘણા કાળથી દીક્ષા લીઘી હોય તે, અથવા રત્નત્રયભાવનાથી પોતાના આત્માને સાધે તે. (૧૦) મનોજ્ઞ- લોકમાં જેની ઘણી પ્રશંસા થઈ રહી હોય એવા મુનિ. ૨. આ દરેકની સેવા કરવી તે વૈયાવૃત્ય છે. આ વૈયાવૃત્ય શુભભાવરૂપ છે, તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy