SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૨૨] [ પ૭૫ સમ્યક પ્રાયશ્ચિત્તતપના નવ ભેદો आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्छेद પરિહારોપસ્થાપના: ૨૨ાા અર્થ- [માનોના પ્રતિક્રમણ તમય] આલોચના, પ્રતિક્રમણ, તદુભાય [ વિવેવ યુત્સ તપ:] વિવેક વ્યુત્સર્ગ, તપ, [છેલ્પરિદાર ઉપસ્થાપના: ] છેદ, પરિહાર અને ઉપસ્થાપન- આ નવ ભેદો પ્રાયશ્ચિત્તતપના છે. ટીકા ૧. સૂત્રોમાં આવેલા શબ્દોની વ્યાખ્યા પ્રાયશ્ચિત્ત- પ્રાયઃ= અપરાધ, ચિત્ત = શુદ્ધિ અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત છે. (૧) આલોચના-પ્રમાદથી થયેલા દોષોને ગુરુ પાસે જઈને નિષ્કપટ રીતે કહેવા તે. (૨) પ્રતિક્રમણ- પોતે કરેલા અપરાધ મિથ્યા થાઓ એવી ભાવના. (૩) તદુભય-તે બન્ને અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બને કરવાં તે. (૪) વિવેક- આહાર-પાણીનો નિયમિત સમય સુધી ત્યાગ કરવો તે. (૫) વ્યુત્સર્ગ-કાયોત્સર્ગ કરવો. (૬) તપ-ઉપવાસાદિ કરવા તે. (૭) છેદ-એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે વખત સુધી દક્ષાનો છેદ કરવો તે. (૮) પરિહાર- એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે નિયમિત સમય સુધી સંઘથી પૃથક કરવો તે. (૯) ઉપસ્થાપન- દીક્ષાનો સંપૂર્ણ છેદ કરીને ફરીથી નવી દીક્ષા દેવી તે. ૨. આ બધા ભેદો વ્યવહાર પ્રાયશ્ચિત્તના છે. જે જીવને નિશ્ચયપ્રાયશ્ચિત્ત પ્રગટયું હોય તે જીવના આ નવ પ્રકારના પ્રાયશ્ચિત્તને વ્યવહાર પ્રાયશ્ચિત્ત કહેવાય; પણ જો નિશ્ચયપ્રાયશ્ચિત્ત ન પ્રગટયું હોય તો તે વ્યવહારાભાસ છે. ૩. નિશ્ચયપ્રાયશ્ચિત્તનું સ્વરૂપ પોતાના જ આત્માના જે ઉત્કૃષ્ટ બોધ, જ્ઞાન તથા ચિત્ત છે તેને જે જીવ નિત્ય ધારણ કરે છે તેને જ પ્રાયશ્ચિત્ત હોય છે. (બોધ, જ્ઞાન ને ચિત્તનો અર્થ એક જ છે.) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy