SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૨ ] [ મોક્ષશાસ્ત્ર ટીકા ભોગ-જે વસ્તુ એક જ વખત વપરાય તે ભોગ, જેમ કે અન્ન તેને પરિભોગ પણ કહેવાય છે. ઉપભોગ-જે વસ્તુ વારંવાર વપરાય તે ઉપભોગ, જેમકે વસ્ત્ર વગેરે. // ૩૫TT અતિથિસંવિભાગ-શિક્ષાવ્રતના પાંચ અતિચાર सचित्तनिक्षेपापिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः।। ३६ ।। અર્થ:- [ સચિત્તનિક્ષેપ ] પત્ર-પાન વગેરે સચિત્ત વસ્તુમાં રાખીને ભોજન દેવું, [પિયાન] સચિત્ત વસ્તુથી ઢાંકેલ ભોજન દેવું, [ પરંપવેશ] બીજા દાતારની વસ્તુને દેવી, [માત્સર્ય] અનાદરપૂર્વક દેવું અથવા બીજા દાતારની ઈર્ષાપૂર્વક દેવું અને [પનાતિHT:] યોગ્યકાળનું ઉલ્લંઘન કરીને દેવું-એ પાંચ અતિથિસંવિભાગશિક્ષાવ્રતના અતિચારો છે. આ રીતે ચાર શિક્ષાવ્રતના અતિચારો કહ્યા. // ૩૬I સલ્લેખનાના પાંચ અતિચાર जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानानि।। ३७।। અર્થ- સલ્લેખના ધારણ કર્યા પછી [ નીતિમરણશંસા ] જીવવાની ઇચ્છા કરવી કે વેદનાથી વ્યાકુળ થઈને શીધ્ર ભરવાની ઇચ્છા કરવી, [ મિત્રીનુર ] અનુરાગ વડે મિત્રોનું સ્મરણ કરવું, [સુરવાનુબંધ ] પૂર્વે ભોગવેલા સુખોનું સ્મરણ કરવું અને [ નિદાનાનિ] નિદાન કરવું એટલે કે ભવિષ્યમાં વિષયો મળે એવી ઇચ્છા કરવી-એ પાંચ સલ્લેખના વ્રતના અતિચારો છે. આ પ્રમાણે શ્રાવકના અતિચારોનું વર્ણન પૂરું થયું. ઉપર કહ્યા પ્રમાણે સમ્યગ્દર્શનના ૫, બાર વ્રતના ૬૦ અને સલ્લેખનાના ૫ એ રીતે કુલ ૭૦ અતિચારોનો જે ત્યાગ કરે તે જ નિર્દોષ વ્રતી છે. || ૩૭T. દાનનું સ્વરૂપ अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम्।।३८ ।। અર્થ:- [ અનુદઉર્થ ] અનુગ્રહના હેતુથી [ સ્વચ સતિસf:] ધન વગેરે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે [વાનમ્ ] દાન છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy