SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૮ ] [ મોક્ષશાસ્ત્ર પ્રશ્ન- મુનિરાજને ગામ-નગર વગેરેમાં પર્યટન કરતાં શેરી-દરવાજા વગેરેમાં પ્રવેશ કરવાથી અદત્તાદાન થાય કે કેમ? ઉત્તર- તે અદત્તાદાન ન કહેવાય, કેમ કે તે જગ્યા બધાને આવવા જવા માટે ખુલ્લી છે. વળી શેરી વગેરેમાં પ્રવેશ કરતાં મુનિને પ્રમત્તયોગ હોતો નથી. બાહ્ય વસ્તુનું ગ્રહણ થાય કે ન થાય, તોપણ ચોરી કરવાનો ભાવ હોય તે જ ચોરી છે અને તે જ બંધનું કારણ છે. પરવસ્તુને ખરેખર કોઈ ગ્રહણ કરી શકતું જ નથી, પોતાને પરવસ્તુ ગ્રહણ કરવાનો જે પ્રમાદયુક્ત ભાવ છે તે જ દોષ છે. || ૧૫|| કુશીલ (બ્રહ્મચર્ય) નું સ્વરૂપ મૈથુનમા ૨૬ અર્થ-[મૈથુનમ્ બ્રહ્મ ] મૈથુન તે અબ્રહ્મ અર્થાત્ કુશીલ છે. ટીકા ૧. મૈથુન:- ચારિત્રમોહનીયના ઉદયમાં જોડાવાથી રાગ-પરિણામ સહિત સ્ત્રીપુરુષોની પરસ્પર સ્પર્શ કરવાની ઈચ્છા તે મૈથુન છે. (આ વ્યાખ્યા વ્યવહાર મૈથુનની છે.) મૈથુન બે પ્રકારનું છે-નિશ્ચય અને વ્યવહાર. આત્મા પોતે બ્રહ્મસ્વરૂપ છે; આત્માની પોતાના બ્રહ્મસ્વરૂપમાં લીનતા તે ખરું બ્રહ્મચર્ય છે અને રાગ કે કપાય સાથે જોડાણ થવું તે અબ્રહ્મચર્ય છે. આ જ નિશ્ચય મૈથુન છે. વ્યવહાર મૈથુનની વ્યાખ્યા ઉપર આપી છે. ૨. તેરમા સૂત્રમાં કહેલા “પ્રમત્તયોત્િશબ્દની અનુવૃત્તિ આ સૂત્રમાં પણ આવે છે; તેથી, સ્ત્રી-પુરુષના યુગલસંબંધી રતિસુખને માટે જે ચેષ્ટા (પ્રમાદ પરિણામ ) કરવામાં આવે તે મૈથુન છે-એમ સમજવું. ૩. જેના પાલનથી અહિંસાદિક ગુણો વૃદ્ધિ પામે તે બ્રહ્મ છે અને જે બ્રહ્મથી વિરુદ્ધ છે તે અબ્રહ્મ છે. અબ્રહ્મ (મૈથુન) માં હિંસાદિક દોષ પુષ્ટ થાય છે; વળી તેમાં ત્રણ-સ્થાવર જીવો પણ હણાય છે, મિથ્યાવચન બોલાય છે, વિના દીધેલી વસ્તુને ગ્રહણ કરવાનું બને છે અને ચેતન તથા અચેતન પરિગ્રહનું ગ્રહણ પણ થાય છે-માટે તે અબ્રહ્મ છોડવા લાયક છે. || ૧૬ પરિગ્રહનું સ્વરૂપ મૂચ્છ પરિપ્રદ:તા ૬૭ના અર્થ-[મૂછ પરિચ ] મૂછ તે પરિગ્રહ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy