SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. પ ઉપસંહાર ] | [ ૩૭૯ આ જગતમાં નથી. પૂર્ણ જ્ઞાનમાં છ દ્રવ્યો જણાયાં છે, છ દ્રવ્યથી અધિક બીજું કાંઈ નથી. કર્મો ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ કર્મો તે પુદ્ગલની અવસ્થા છે; જીવના વિકારી ભાવના નિમિત્તથી તે જીવ સાથે રહેલાં છે; કેટલાંક કર્મો બંધરૂપે સ્થિર થયાં છે તેને અધર્માસ્તિકાયનું નિમિત્ત છે; ક્ષણે ક્ષણે કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે; ખરી જવામાં ક્ષેત્રમંતર થાય છે તેમાં તેને ધર્માસ્તિકાયનું નિમિત્ત છે; કર્મની સ્થિતિ કહેવાય છે કે ૭૦ ક્રોડાકોડીનું કર્મ અથવા અંતર્મુહૂર્તનું કર્મ, એમાં ‘કાળ” દ્રવ્યની અપેક્ષા આવે છે; ઘણા કર્મપરમાણુઓ એક ક્ષેત્રે રહેવામાં આકાશદ્રવ્યની અપેક્ષા છે. આ રીતે છ દ્રવ્યો સિદ્ધ થયાં. દ્રવ્યોની સ્વતંત્રતા આ ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે જીવદ્રવ્ય અને પદ્ગદ્રવ્ય (-કર્મ) બને તદ્દન જુદી જુદી વસ્તુઓ છે, અને બન્ને પોતપોતામાં સ્વતંત્ર છે, કોઈ એક બીજામાં કાંઈ જ કરતા નથી. જો જીવ અને કર્મો ભેગાં થઈ જાય તો આ જગતમાં છ દ્રવ્યો જ રહી શકે નહિ; જીવ અને કર્મ સદાય જુદાં જ છે. દ્રવ્યોનો સ્વભાવ અનાદિ અનંત ટકીને સમયે સમયે બદલવાનો છે. બધાંય દ્રવ્યો પોતાની તાકાતથી સ્વતંત્રપણે અનાદિ અનંત ટકીને પોતે જ પોતાની હાલત બદલાવે છે. જીવની હાલત જીવ બદલાવે છે, પુદ્ગલની હાલત પુદ્ગલ બદલાવે છે. પુદ્ગલનું કાંઈ જીવ કરે નહિ અને જીવનું કાંઈ પુદ્ગલ કરે નહિ. ઉત્પાદ-વ્યય-ધ્રુવ દ્રવ્યનો કોઈ કર્તા નથી. જો કોઈ કર્તા હોય તો તેણે દ્રવ્યોને કઈ રીતે બનાવ્યાં? શેમાંથી બનાવ્યાં? તે કર્તા પોતે શેનો બન્યો? જગતમાં છ દ્રવ્યો પોતાના સ્વભાવથી જ છે તેનો કોઈ કર્તા નથી. કોઈ પણ નવા પદાર્થની ઉત્પત્તિ થતી જ નથી. કોઈ પણ પ્રયોગ કરીને નવા જીવની કે નવા પરમાણુની ઉત્પત્તિ થઈ શકે નહિ, પણ જે પદાર્થ હોય તે જ રૂપાંતર થાય; અર્થાત્ જે દ્રવ્ય હોય તે નાશ પામે નહિ, જે દ્રવ્ય ન હોય તે ઉત્પન્ન થાય નહિ અને જે દ્રવ્ય હોય તે પોતાની હાલત ક્ષણે ક્ષણે બદલ્યા જ કરે, આવો નિયમ છે. આ સિદ્ધાંતને ઉત્પાદ-વ્યય-ધ્રુવ અર્થાત્ નિત્ય ટકીને બદલવું (permanency with a change) કહેવાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy