SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર રર-૩૩ ] (૩) શ્રુતજ્ઞાન જે વિષયને જાણે છે તેમાં મન સ્વતંત્ર નિમિત્ત છે, કોઈ ઇન્દ્રિયને આધીન મન નથી એટલે કે શ્રુતજ્ઞાનમાં કોઈ પણ ઇન્દ્રિયનું નિમિત્ત નથી. || ર૧ાા ઇન્દ્રિયોના સ્વામી વનસ્પત્યજ્ઞાનામેન્ાા ૨૨ા અર્થ- [ વનસ્પતિ સન્તાનામ] વનસ્પતિકાય જેના અંતમાં છે એવા જીવોને અર્થાત પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને [ ...] એક સ્પર્શનઇન્દ્રિય જ હોય છે. ટીકા આ સૂત્રમાં કહેલા જીવો એક સ્પર્શન ઇન્દ્રિયદ્વારા જ જ્ઞાન કરે છે. આ સૂત્રમાં ‘ઇન્દ્રિયોના સ્વામી' એવું મથાળું બાંધ્યું છે, તેમાં ઇન્દ્રિયના બે પ્રકાર છે-જડ ઈન્દ્રિય અને ભાવેન્દ્રિય. જડઇન્દ્રિયની સાથે જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે વ્યવહારથી સ્વામી કહેલ છે, ખરેખર તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું સ્વામી છે જ નહિ. અને ભાવેન્દ્રિય તે આત્માનો તે વખતનો પર્યાય છે એટલે અશુદ્ધનયે તેનો સ્વામી આત્મા છે. || ૨૨IT कृमिपिपीलिकाभ्रमरमनुष्यादिनामेकैकवृद्धानि।।२३।। અર્થ:- [ કૃમિ નિકા ભ્રમર મનુષ્ઠાવિનામ] કરમિયાં વગેરે, કીડી વગેરે, ભમરો વગેરે તથા મનુષ્ય વગેરેને [ વૃદ્ધાનિ] ક્રમથી એકેક ઈન્દ્રિય વધતી વધતી છે અર્થાત્ કરમિયાં વગેરેને બે, કીડી વગેરેને ત્રણ, ભમરા વગેરેને ચાર અને મનુષ્ય વગેરેને પાંચ ઇન્દ્રિય છે. ટીકા પ્રશ્ન- કોઈ મનુષ્ય જન્મથી જ આંધળો અને કાને બહેરો હોય છે તો એવા જીવને ત્રણ ઇન્દ્રિય જીવ કહેવો કે પંચેન્દ્રિય જીવ કહેવો? ઉત્તર- તે પંચેન્દ્રિય જીવ તેને પાંચ ઇન્દ્રિયો છે, પણ ઉપયોગરૂપ શક્તિ નથી તેથી તે દેખતો અને સાંભળતો નથી. નોંધ:- આ પ્રમાણે સંસારી જીવોના ઇન્દ્રિય દ્વારનું વર્ણન કર્યું. હવે તેના મનદ્વારનું વર્ણન ૨૪ માં સૂત્રમાં કહે છે. રડા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy