SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૩૨] [ ૭૯ સૂત્ર ૬-૧૦ માં જણાવ્યું અને તે પાંચ સમ્યજ્ઞાનોનું સ્વરૂપ સૂત્ર ૧૧ થી ૩૦ સુધીમાં બતાવ્યું... (૨) એટલી ભૂમિકા બાંધ્યા પછી મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ મિથ્યાજ્ઞાન પણ હોય છે; અને જીવ અનાદિનો મિથ્યાદષ્ટિ હોવાથી તે સમ્યકત્વ ના પામે ત્યાં સુધી તેનું જ્ઞાન વિપર્યય છે એમ સૂત્ર ૩૧ માં બતાવ્યું. સુખના સાચા અભિલાષીએ તે મિથ્યાદર્શન પહેલું જ ટાળવું જોઈએ-એમ બતાવવા આ સૂત્રમાં મિથ્યાજ્ઞાન-કે જે જ્ઞાન હંમેશાં મિથ્યાદર્શનપૂર્વક જ હોય છે-તેનું સ્વરૂપ બતાવ્યું છે. (૩) સુખના સાચા અભિલાષીને મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માટે કહ્યું કે ૧-મિથ્યાષ્ટિ જીવ સત્ અને અસત્ વચ્ચેનો ભેદ ( વિવેક) જાણતો નથી; તેથી સિદ્ધ થયું કે દરેક ભવ્ય જીવે પ્રથમ સત્ શું અને અસત્ શું તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી મિથ્યાજ્ઞાન ટાળવું જોઈએ. ર-જ્યાં સત્ અને અસત્ ભેદનું અજ્ઞાન હોય ત્યાં અણસમજ પૂર્વક પોતાને ઠીક પડે તેમ ગાંડા પુરુષની માફક (મદિરા પીધેલા માણસની માફક) ખોટી કલ્પનાઓ જીવ કર્યા જ કરે છે; તેથી એમ સમજાવ્યું કે સુખના સાચા અભિલાષી જીવોએ સાચી સમજણ કરી ખોટી કલ્પનાઓનો નાશ કરવો જ જોઈએ. (૪) પહેલેથી ત્રીસ સુધીના સૂત્રોમાં મોક્ષમાર્ગ અને સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનનું સ્વરૂપ સમજાવી તે ગ્રહણ કરવાનું કહ્યું, તે ઉપદેશ “અસ્તિ થી આપ્યો; અને ૩૧માં સૂત્રમાં મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ બતાવી તેનું કારણ સરમા સૂત્રમાં કહી તે મિથ્યાજ્ઞાનનો નાશ કરવા ઉપદેશ આપ્યો; એટલે આ સૂત્રમાં “નાસ્તિ થી સમજાવ્યું. આ રીતે “અસ્તિ-નાસ્તિ' વડ એટલે કે અનેકાન્ત વડે સમ્યજ્ઞાન પ્રગટ કરી મિથ્યાજ્ઞાનની નાસ્તિ કરવા માટે ઉપદેશ આપ્યો. (૫) સત = વિદ્યમાન (વસ્તુ), અસત્ = અવિદ્યમાન-અણછતી (વસ્તુ), અવિશેષાત્ર એ બેનો યથાર્થ વિવેક ન હોવાથી. યદચ્છ (વિપર્યય) ઉપલબ્ધઃ = [ વિપર્યય શબ્દની ૩૧મા સૂત્રથી અનુવૃતિ આવે છે. ] વિપરીત-પોતાની મનમાની ઈચ્છા મુજબ કલ્પનાઓ-હોવાથી તે મિથ્યાજ્ઞાન છે. “ઉન્મત્તવત્ ” = મદિરા પીધેલા માણસની જેમ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy