SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૨૨] [ ૬૭ ક્ષયોપશમ-નિમિત્તક અવધિજ્ઞાનના ભેદ તથા તેના સ્વામી क्षयोपशमनिमित्तः षड्विकल्पः शेषाणाम् ।। २२ ।। અર્થ:- [ ક્ષયોપશમનિમિત્ત: ] ક્ષયોપશમ-નિમિત્તક અવધિજ્ઞાન [ષદ્ધિ: ] અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત, અનવસ્થિત-એવા છ ભેદવાળું છે, અને તે [ શેષાનામ્ ] મનુષ્ય તથા તિર્યંચને થાય છે. ટીકા (૧) અનુગામી-જે અવધિજ્ઞાન સૂર્યના પ્રકાશની માફક જીવની સાથે સાથે જાય તેને અનુગામી કહે છે. અનનુગામી-જે અવધિજ્ઞાન જીવની સાથે સાથે ન જાય તેને અનનુગામી કહે છે. વર્તમાન-જે અવધિજ્ઞાન શુક્લપક્ષના ચંદ્રની કળાની માફક વધતું રહે તેને વર્તમાન કહે છે. હીયમાન-જે અવધિજ્ઞાન કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની માફક ઘટતું રહે તેને હીયમાન કહે છે. અવસ્થિત-જે અવધિજ્ઞાન એક સરખું રહે, ન વધે-ન ઘટે, તેને અવસ્થિત કહે છે. અનવસ્થિત-પાણીના તરંગોની માફક ઘટતું-વધતું રહે, એકસરખું ન રહે તેને અનવસ્થિત કહે છે. (૨) મનુષ્યોને આ અવધિજ્ઞાન થાય છે એમ કહ્યું છે તેમાં તીર્થંકરો ન લેવા, બીજા મનુષ્યો સમજવા; તે પણ બહુ થોડા મનુષ્યોને થાય છે. આ અવધિજ્ઞાનને ‘ ગુણપ્રત્યય ' પણ કહેવામાં આવે છે. તે નાભિની ઉપર શંખ, પદ્મ, વજ્ર, સ્વસ્તિક, કલશ, માછલાં આદિ શુભ ચિહ્ન દ્વારા થાય છે. (૩) અવધિજ્ઞાનના * પ્રતિપાતિ, ×અપ્રતિપાતિ, દેશાવધિ, પરમાધિ અને સર્વાધિ એવા ભેદો પણ પડે છે. (૪) +જઘન્ય દેશાવધિ સંયત તથા અસંયત મનુષ્યો અને તિર્યંચને થાય છે; (દેવનારકીને થતું નથી ) ઉત્કૃષ્ટ દેશાવધિ સંયત ભાવમુનિને જ થાય છે, અન્ય તીર્થંકરાદિક ગૃહસ્થ-મનુષ્ય, દેવ, નારકીને નહી; તેમને દેશાધિ થાય છે. * પ્રતિપાતિ=પડી જાય તેવું; x અપ્રતિપાતિ X = ન પડે તેવું. +જઘન્ય=સૌથી થોડું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy