SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય એકેંદ્રિયાદિ જીવસમાસના ભેદ જાણવા અથવા જ્યાં જ્યાં જીવ ઊપજવાનાં સ્થાન છે તે જાણવા જોઈએ. તેનું યથાસ્થાને વર્ણન હોય જ છે. ૨. હિંસક- હિંસા કરનાર જીવને હિંસક કહીએ. ત્યાં પ્રમાદભાવરૂપે પરિણમેલા અથવા અયત્સાચારમાં પ્રવર્તતા જીવને હિંસક જાણવા. ૩. હિંસા- હિંસ્યને પીડા ઉપજાવવી અથવા તેમનો ઘાત કરવો તે હિંસા છે. તેનું વર્ણન આગળ કર્યું છે. ૪. હિંસાફળ-હિંસાથી જે કાંઈ ફળ થાય તેને હિંસાફળ કહે છે. આ લોકમાં તો હિંસક જીવ નિંદા પામે છે, રાજા વડ દંડ પામે છે, જેની એ હિંસા કરવા ઈચ્છે છે તેને જ લાગ આવે તો આનો ઘાત કરે છે. વળી પરલોકમાં નરકાદિ ગતિ પામે છે, ત્યાં શરીરના નાના પ્રકારના છેદન-ભેદનાદિ અને નાના પ્રકારની માનસિક વેદના પામે છે. નરકનું વર્ણન કોણ કયાં સુધી લખે! સર્વ દુ:ખનો જ સમુદાય છે. તિર્યંચાદિનું દુ:ખ પ્રત્યક્ષ જ ભાસે છે. એ બધું હિંસાનું ફળ છે. આ રીતે હિંસ્યને જાણી પોતે તેને ઘાતે નહી, હિંસકને જાણી પોતે તેવો ન થાય, હિંસાને જાણી તેનો ત્યાગ કરે અને હિંસાનું ફળ જાણી તેનાથી ભયભીત રહે. માટે આ ચાર ભેદ જાણવા. ૬૦. આગળ જે જીવ હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે તેણે પહેલાં શું કરવું તે કહે છે: मद्यं मांसं क्षौद्रं पञ्चोदुम्बरफलानि यत्नेन। हिंसाव्युपरतिकामैर्मोक्तव्यानि प्रथममेव।। ६१।। અન્વયાર્થ- [ હિંસાબુપતિ: ] હિંસાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખનાર પુરુષોએ [પ્રથમમેવ ] પ્રથમ જ [ યત્નન] યત્નપૂર્વક [ મઘં] દારૂ-શરાબ, [મi ] માંસ, [ક્ષૌદ્ર] મધ અને [પડ્યોગુજ્વરનાનિ] પાંચ ઉદુમ્બર ફળો [ મોજીવ્યાનિ] છોડી દેવા જોઈએ. ટીકા:- ‘હિંસાપુરતિવા. પ્રથi gવ યત્નન, મઘં, માંä ક્ષૌદ્ર, પડ્યૂસહુન્ડરજ્ઞાન મોજીવ્યાનિ'–જે જીવ હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે તેમણે પહેલાં જ યત્નપૂર્વક દારૂ, માંસ, મધ અને પાંચ ઉદુંબર ફળ-આ આઠ વસ્તુઓ ત્યાગવા યોગ્ય છે. ૬૧. ૧. પાંચ ઉદુમ્બર ફળનાં નામ-ઉમરો, કઠુંબર, વડ, પીપર અને પીપળાના ફળ અથવા ગુલરના ફળ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy