SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૫૫ હિંસાતમાનાં ન ચાત્'– બીજો કોઈ જીવ હિંસા કરવા છતાં પણ હિંસાનું ફળ ભોગવવાને પાત્ર થતો નથી. ભાવાર્થ:- કોઈ જીવે શરીર સંબંધથી બાહ્ય હિંસા તો ઉપજાવી છે પણ પ્રમાદભાવરૂપે પરિણમ્યો નથી, તેથી તે જીવ હિંસાના ફ્ળનો ભોક્તા થતો નથી. ૫૧. एकस्याल्पा हिंसा ददाति काले फलमनल्पम् । अन्यस्य महाहिंसा स्वल्पफला भवति परिपाके ।। ५२ ।। અન્વયાર્થ:- [સ્ય] એક જીવને તો [અપા] થોડી [ હિંસા] હિંસા [ વ્હાને] ઉદયકાળે [અનત્વમ્] ઘણું [તમ્] ફળ [વવાતિ] આપે છે. અને [અન્યસ્ય] બીજા જીવને [ મહાહિંસા] મોટી હિંસા પણ [પરિવાò] ઉદયના સમયે [ સ્વસ્પષ્ટતા] બિલકુલ થોડું ફળ આપનારી [મતિ] થાય છે. ટીકા:‘સ્ય અલ્પા હિંસા ાતે અનત્યં હતં ત્તિ'- કોઈ એક જીવને થોડી પણ હિંસા ઉદયકાળે ઘણું ફળ આપે છે. : ભાવાર્થ:- કોઈ જીવે બાહ્ય હિંસા તો થોડી જ કરી, પણ પ્રમાદી થઈને કષાયરૂપ ઘણો પરિણમ્યો તેથી ઉદયકાળે હિંસાનું ફળ ઘણું પામે છે. ‘અન્યત્સ્ય મહાર્દિશા પરિવાળે સ્વત્વના ભવત્તિ'–બીજા કોઈ જીવને મોટી હિંસા ઉદયકાળે થોડું જ ફળ આપે છે. ભાવાર્થ:- કોઈ જીવે કોઈ કારણ પામીને બાહ્ય હિંસા તો ઘણી કરી, પણ તે ક્રિયામાં ઉદાસીન રહ્યો, કષાય થોડો કર્યો તેથી ઉદયકાળે હિંસાનું ફળ પણ થોડું જ પામે છે. ૫૨. एकस्य सैव तीव्रं दिशति फलं सैव मन्दमन्यस्य। व्रजति सहकारिणोरपि हिंसा वैचित्र्यमत्र फलकाले ।। ५३ ।। અન્વયાર્થ:-[ સદારિો: અવિ હિંસા] એક સાથે મળીને કરેલી હિંસા પણ [અત્ર] આ [તાને] ઉદયકાળે [ વૈચિત્ર્યમ્] વિચિત્રતાને [વ્રજ્ઞતિ] પામે છે અને [T] કોઈને [સા વ] તે જ હિંસા [ીવ્ર] તીવ્ર [i] ફળ [વિશતિ] દેખાડે છે અને [અન્યસ્ય ] કોઈને [ સા વ] તે જ [ હિંસા ] હિંસા [ મન્વન્] ઓછું ફળ આપે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy