SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય પ્રશ્ન:- દેવ-ગુરુ-શાસ્ત્ર, શીલ, તપ, સંયમાદિમાં અત્યંત રાગરૂપ પ્રવર્તે તેને મંદ કષાય કેવી રીતે કહેવાય ? ઉત્તર:- વિષય-કષાયાદિના રાગની અપેક્ષાએ તે મંદ કષાય જ છે. કારણ કે એના રાગમાં ક્રોધ, માન, માયા તો છે જ નહિ. એને પ્રીતિભાવની અપેક્ષાએ લોભ છે. તેમાં પણ કાંઈ સાંસારિક પ્રયોજન નથી, તેથી લોભ-કષાયની પણ મંદતા છે. ત્યાં પણ જ્ઞાની જીવ રાગભાવના પ્રેર્યા, અશુભ રાગ છોડી શુભ રાગમાં પ્રવર્તે છે, શુભ રાગને ઉપાદેયરૂપ તો શ્રદ્ધતા નથી પણ તેને પોતાના શુદ્ધોપયોગરૂપ ચારિત્રમાં મલિનતાનું કારણ જ જાણે છે. અશુભોપયોગમાં તો કષાયની તીવ્રતા થઈ છે તેથી તે કોઈ પણ પ્રકારે ચારિત્ર નામ પામતુ નથી. ૩૯. ચારિત્રના ભેદ हिंसातोऽनृतवचनात्स्तेयादब्रह्मतः परिग्रहतः । कात्स्न्यैकदेशविरतेश्चारित्रं जायते द्विविधम् ।। ४० ।। અન્વયાર્થ:- [હિંસાત] હિંસાથી, [અમૃતવચનાત્] અસત્ય ભાષણથી, [ સ્તેયાત્ ] ચોરીથી, [ અબ્રહ્મત: ] કુશીલથી અને [પરિગ્રહત: ] પરિગ્રહથી [હાત્મ્યદેશવિરતે] સર્વદેશ અને એદેશ ત્યાગથી તે [ ચારિત્ર] ચારિત્ર [દ્વિવિધક્] બે પ્રકારનું [ નાયતે ] હોય છે. ટીકા:- ‘ ચારિત્ર દ્વિવિષં નાયતે’– ચારિત્ર બે પ્રકારે ઊપજે છે. કેવી રીતે ? ‘હિંસાત:, અમૃતવચનાત્, સ્તેયાત્, અબ્રહ્મત:, પરિગ્રત:, વ્યાપૈંવેશવિરતે:- હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના સર્વદેશ અને એદેશ ત્યાગથી. ચારિત્રના બે ભેદ છે. ભાવાર્થ:- હિંસાદિકનું વર્ણન આગળ કરીશું. તેના સર્વથા ત્યાગને સકળચારિત્ર કહીએ અને એકદેશ ત્યાગને દેશચારિત્ર કહીએ. ૪૦. આગળ આ બન્ને પ્રકારના ચારિત્રના સ્વામી બતાવે છેઃ निरतः कार्त्स्यनिवृत्तौ भवति यतिः समयसारभूतोऽयम् । या त्वेकदेशविरतिर्निरतस्तस्यामुपासको भवति ।। ४१ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy