SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય રીતે જે જે ભાવ અનુભવવા યોગ્ય હોય તેને ભાવ્ય કહીએ. અનુભવ કરનાર પદાર્થને ભાવક કહીએ. આવો ભાવ્યભાવકસંબંધ જ્યાં હોય ત્યાં ભોક્તાભોગ્યસંબંધ સંભવે, બીજી જગ્યાએ ના સંભવે. ૧૦. આ રીતે આ અશુદ્ધ આત્માને અર્થસિદ્ધિ કયારે થાય અને અર્થસિદ્ધિ કોને કહેવાય તે આગળ કહે છે सर्वविवतॊतीर्णं यदा स चैतन्यमचलमाप्नोति। भवति तदा कृतकृत्यः सम्यक्पुरुषार्थसिद्धिमापन्नः।।११।। અન્વયાર્થઃ- [ યા] જ્યારે [ :] ઉપર્યુક્ત અશુદ્ધ આત્મા [સર્વવિવર્નોત્તીf ] સર્વ વિભાવોથી પાર થઈને [ સં] પોતાના નિષ્ફમ્પ [ તવં] ચૈતન્ય સ્વરૂપને [આનોતિ] પ્રાપ્ત થાય છે [તી] ત્યારે આ આત્મા તે [સભ્યપુરુષાર્થસિદ્ધિમ] સમ્યકપણે પુરુષાર્થના પ્રયોજનની સિદ્ધિને [પન્ન:] પ્રાપ્ત થતો થકો [કૃતકૃત્ય:] કૃતકૃત્ય [ ભવતિ] થાય છે. ટીકા- “સ થવા સર્વવિવર્નોત્તીર્ણ ચૈતન્યમવનમાનોતિ તવા કૃતકૃત્ય: મવતિ'– રાગાદિ ભાવોથી લિસ તે જ આત્મા જ્યારે સર્વ વિભાવથી પાર થઈ પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને નિઃશંકપણે પ્રાપ્ત થાય ત્યારે આ જ આત્મા કૃતકૃત્ય થાય છે. કેવો છે આ આત્મા? ‘સભ્યપુરુષાર્થસિદ્ધિમાપન્ન:'– સમ્યક પ્રકારે પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત થયો છે. ભાવાર્થ - જ્યારે આ આત્મા સ્વ-પર ભેદવિજ્ઞાન વડે શરીરાદિ પરદ્રવ્યને જુદા જાણે ત્યારે તેમાં “આ ભલા-ઈષ્ટ, આ બૂરા '' એવી બુદ્ધિનો ત્યાગ કરે. કારણ કે જે કાંઈ ભલું કે બૂર થાય છે તે તો પોતાના પરિણામોથી જ થાય છે, પરદ્રવ્યના કરવાથી ભલું-બૂરું થતું નથી. તેથી સર્વ પરદ્રવ્યોમાં રાગદ્વેષ ભાવનો ત્યાગ કરે. જે અવશપણે (-પુરુષાર્થની નિર્બળતાથી) રાગાદિ ઊપજે તો તેના નાશના માટે અનુભવ-અભ્યાસમાં ઉધમવંત રહે. આમ કરતાં જ્યારે સર્વ વિભાવભાવનો નાશ થાય, અક્ષુબ્ધ સમુદ્રવત્ શુદ્ધાત્મસ્વરૂપમાં લવણવત્ પરિણામ લીન થાય, ધ્યાતાધેયનો વિકલ્પ ન રહે, એમ ન જાણે કે હું શુદ્ધાત્મસ્વરૂપને ધ્યાવું છું, પોતે જ તાદામ્યવૃત્તિથી શુદ્ધાત્મસ્વરૂપ થઈ નિષ્ફપપણે પરિણમે, તે વખતે આ આત્માને જે કાંઈ કરવાનું હતું તે કરી લીધું, કાંઈ કરવાનું હવે બાકી રહ્યું નહિ તેથી એને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy