SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૬૯ [ સમયં] સમય [નધ્વા ] પ્રાપ્ત કરીને તથા [મુનીનાં] મુનિઓના [પવન્] ચરણનું [અવત્તસ્થ્ય] અવલંબન કરીને [સવિ] શીઘ્ર જ [પરિપૂર્ણમ્] પરિપૂર્ણ [ર્તવ્યસ્] કરવા યોગ્ય છે. ટીકા:- ‘નિત્યં વન્દ્વોઘમેન વોષિતામસ્ય સમય નથ્થા ૪ મુનિનાં પવમ્ અવાસ્થ્ય સપવિ પરિપૂર્ણ વર્તવ્યમ્' અર્થ:- ગૃહસ્થે સદા ઉદ્યમશીલ થઈને સમ્યજ્ઞાનની પ્રાપ્તિનો સમય મેળવી મુનિપદ ધારણ કરીને શીઘ્ર સર્વ દેશવ્રતો પાળવાં જોઈએ. ભાવાર્થ:- વિવેકી પુરુષ ગૃહસ્થ દશામાં પણ સંસાર અને શરીરથી વિરક્ત થઈને સદાય મોક્ષમાર્ગમાં ઉધમી રહે છે અને તેઓ સમય પામીને શીઘ્ર મુનિપદ ધારણ કરી, સકળ પરિગ્રહનો ત્યાગ કરી નિર્વિકલ્પ ધ્યાનમાં આરૂઢ થઈને, પૂર્ણ રત્નત્રયને પ્રાપ્ત કરી, સંસારભ્રમણનો નાશ કરી શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ કરે છે. એકદેશ રત્નત્રયને ધારણ કરી ઇન્દ્રાદિક ઉચ્ચપદ પામે તથા પરંપરાએ મોક્ષ પણ પામે. ૨૧૦. असमग्रं भावयतो रत्नत्रयमस्ति कर्मबन्धो यः । स विपक्षकृतोऽवश्यं मोक्षोपायो न बन्धनोपायः।। २११।। અન્વયાર્થ:- [અસમગ્રં] અપૂર્ણ [રત્નત્રયમ્] રત્નત્રયની [ભાવયત: ] ભાવના કરનાર પુરુષને [ય: ] જે [ર્મવન્ધ: ] શુભ કર્મનો બંધ [અસ્તિ] થાય છે, [સ: ] તે બંધ [વિપક્ષત: ] વિપક્ષકૃત અથવા રાગકૃત હોવાથી [અવશ્ય] અવશ્ય જ [વન્ધનોપાય: ] બંધનો ઉપાય છે, [ મોક્ષોપાય: ન] મોક્ષનો ઉપાય નથી. ટીકા:- ‘અસમગ્ર રત્નત્રયં ભાવયત: ય: ર્મબંધ: અસ્તિ સ: વિપક્ષનૃત: રત્નત્રયં તુ મોક્ષોપાય: અસ્તિત્તવન્ધનોપાય:।' અર્થઃ-એકદેશરૂપ રત્નત્રયનું પાલન કરનાર પુરુષને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો, પણ રત્નત્રયનો વિપક્ષ જે રાગદ્વેષ છે તેનાથી થાય છે. તે રત્નત્રય તો વાસ્તવમાં મોક્ષનો ઉપાય છે, બંધનો ઉપાય નથી. ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિ જીવ જે એકદેશ રત્નત્રય ધારણ કરે છે તેને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો પણ તેનો જે શુભકષાય છે તેનાથી જ થાય છે. આથી એમ સિદ્ધ થયું કે કર્મબંધ કરનાર શુભકષાય છે પણ રત્નત્રય નથી. ૨૧૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy