SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ શ્લોક–૧૫૩ મિથ્યાષ્ટિઓ તે ઉજ્જવળતાને જાણતા નથી.” એ તો બાહ્યની ક્રિયા જોવે. જો આ કરે છે, જો આ કરે છે. કરે છે નહિ, થાય છે. આહાહા...! એને પણ જાણવાનું કામ કરે છે. આહાહા.! “મિથ્યાષ્ટિઓ તે ઉજ્જવળતાને જાણતા નથી. મિથ્યાષ્ટિ તો બહિરાત્મા છે,” બહિર–જેની દૃષ્ટિ બાહ્ય ઉપર છે. દેહ ઉપર, રાગ ઉપર, વાણી ઉપર આહાહા..! એ તો “બહારથી જ ભલું બુરું માને છે;” બહારનો ત્યાગ હોય તો એ ભલો છે, બાહ્યનો ત્યાગ ન હોય અને ભોગ હોય તો એ ભુંડો છે, એમ માને. આહાહા.! પણ બાહ્યનો ત્યાગ નથી અને અંદર અત્યાગમાં રોકાય છે તો પણ તેની દૃષ્ટિમાં તે નથી. ધર્મીની દૃષ્ટિ તો જ્ઞાનસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્યાનંદ પ્રભુ... આહા...! એવા જ્ઞાયકભાવથી ધર્મી ચલાયમાન થતો નથી. આ વસ્તુ (છે). સમજાણું કાંઈ? આહા.! બહારથી જ ભલું બુરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? આહાહા...! અંતર આત્માની દૃષ્ટિ થઈ અને અંતરાત્મા પ્રગટ્યો, જાણ્યો એ બહિરાત્મા, બાહ્યની પ્રવૃત્તિ અને રાગને દેખનારા, એની ઉજ્જવળાતને કેમ જાણી શકે? આહાહા.! ભારે આકરી વાતું. હવે આ બાહ્ય ત્યાગ કરીને બેઠો હોય, હજારો રાણી છોડી, શરીરમાં કપડાનો ટુકડોય ન હોય છતાં અંદરમાં રાગ અને એ ક્રિયા હું કરું છું એવી દષ્ટિ છે તો મિથ્યાષ્ટિ છે. અને બાહ્યમાં ચક્રવર્તીના રાજમાં પડ્યો દેખાય, આહાહા...! છ— કરોડ પાયદળના લશ્કરમાં આમ હાથીને હોદે જાતો હોય, લશ્કર ચાલતું હોય ભેગો હાથીને હોદે પોતે બેઠો હોય. આહા...! મોટો પથારો. છ– કરોડનો પથારો માણસોનો, હાથીને, પણ કહે છે કે, એ પ્રવૃત્તિ અને એમાં થતો રાગ, તેનું જ્ઞાન, તેને જ્ઞાન કરે છે. એ જ્ઞાન સ્વભાવમાંથી ચલાયમાન થતો નથી. ચલાયમાન થઈને રાગ મારો છે ને ક્રિયા હું કરું છું, એ દૃષ્ટિ એની નથી. આવી વાતું. જગતથી ઊંધી છે, બાપુ! આહાહા.! તેથી માથે કહ્યું હતું કે, જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે, બાપુ! આહાહા.! એ જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. એ તો બહારના અત્યાગ ઉપર માપ કરે કે, જુઓ! આને ક્યાં ત્યાગ છે? બાયડીનો ત્યાગ નથી, આનો ત્યાગ નથી. અને આ તો ત્યાગી થઈને બેઠો છે બધું. પણ ત્યાગ શેનો? અહીં તો જેને રાગનો ત્યાગ કરી અને દૃષ્ટિમાં સ્વભાવનો સ્વીકાર થયો છે તે સમ્યગ્દષ્ટિની રાગની પ્રવૃત્તિ જે દેખાય તેનો એ સ્વામી નથી. તેમાં તેની કબુદ્ધિ નથી. એ મારાથી થાય છે એમ એ માનતો નથી. આહાહા..! અને અજ્ઞાની બહારની નગ્ન ક્રિયા, પંચ મહાવ્રતના પરિણામ એ મારી ક્રિયા છે, એ મારું સ્વરૂપ છે, એનાથી હું ત્યાગી છું (એમ માને છે તો) મિથ્યાદૃષ્ટિ છે. અર.ર..ર...! આવી વાતું હવે આકરી પડે.
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy