SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક–૧૫૧ ૩૯૩ ન હોય ત્યારે રાગ હોય છે, બસ! પણ રાગનું કર્તવ્ય મારું છે, એમ નહિ. આવે કાળે પણ રાગ મારો છે એવું કર્તવ્ય એ તો તને હોય નહિ, ભાઈ! તારો સ્વભાવ જ જ્યાં જ્ઞાતાદૃષ્ટા અકર્તા, અભોક્તા છે, એ રાગને કરે, ભોગવે એ તું ‘કુર્ણવત્ત: ‘(–ખરાબ રીતે જ ભોગવનાર છે;” તારી ચીજને ભૂલી જઈ અને રાગનો કર્તા અને ભોક્તા થા (છો તો) ફર્મવતઃ આહા...! ખરાબ ભોગવનારો છો. છે ને ખોટી રીતે ભોગવનાર છો. આહા...! દિન્ત] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે !” આહાહા...! રાગ તારો નથી, સ્ત્રી તારી નથી, શરીર તારું નથી અને તું કહે છે કે, આને ભોગવું. અરે..! ભારે વાતું, ભાઈ! આહાહા...! ખેદ છે. “જો તું કહે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું તો શું તને ભોગવવાની ઇચ્છા છે ? કામચારી. ઇચ્છા છે? આહાહા...! “જ્ઞાનરૂપ થઈને વસ..” “ભોગવવાની ઇચ્છા છે? જ્ઞાનરૂપ થઈને વસ (-શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કરી,... આહાહા.! વિશેષ કહેવાશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૯૯ શ્લોક-૧૫૧, ૧૫ર શનિવાર, ભાદરવા સુદ ૧૦, તા. ૦૧-૦૯-૧૯૭૯ હિન્દી ચાલશે, હિન્દી ભાઈઓ આવ્યા છે. આ દસલક્ષણી પર્વનો છઠ્ઠો દિવસ છે. સુગંધ દસમી કહે છે ને? મૂળ તો સંયમ છે. છઠ્ઠો સંયમ ધર્મ શું છે તે કહે છે. જેનું ચિત્ત જીવોની દયાથી ભીંજાયેલું છે. સંયમ અલૌકિક ચીજ છે, ભગવાન! આહા...! અને ઇર્યા, ભાષા, એષણા એવી પાંચ સમિતિને પાવન કરનાર છે, એવા મુનિને ષટ્કાયિક જીવોની હિંસાનો, ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ છે. તેને જ ગણધર આદિ દેવ સંયમ કહે છે. આહાહા! હવે સંયમ શું ચીજ છે? આચાર્ય કહે છે કે, પ્રથમ તો સંસારરૂપી ગહન વનમાં ભ્રમણ કરતા... અનાદિ ચોરાશી લાખ યોનિમાં અનંત અનંત અવતાર કર્યા. આહા.! એ ભ્રમણ કરતા પ્રાણીઓને મનુષ્ય થવું જ અત્યંત કઠણ છે. આહાહા...! અનાદિ અનંત સંસાર, નરક, નિગોદના એવા અનંત ભવ કર્યા એમાં અનંતકાળે મનુષ્યપણું મળવું કઠણ છે. છે? પરંતુ કોઈ કારણે મનુષ્યભવ પ્રાપ્ત પણ થઈ જાય તો ઉત્તમ જાતિ મળવી, બ્રાહ્મણ, ક્ષત્રિય આદિમાં અવતાર થવો તે પણ દુર્લભ છે. કોઈ પ્રબળ ઉદય યોગે ઉત્તમ જાતિ પણ મળી જાય, અરિહંત ભગવાનના વચનોનું શ્રવણ થવું. ત્રિલોકનાથ તીર્થંકરદેવ પરમેશ્વર, તેમની વાણી શ્રવણ થવી એ દુર્લભ છે. આહા.! એ પણ મળ્યું, કદાચિત્ તેમનું શ્રવણ પણ સ્વભાવિકપણએ પ્રાપ્ત થઈ જાય તો સંસારમાં અધિક જીવન મળતું નથી. અધિક જીવન પણ મળે તો સમ્યગ્દર્શન... આયુષ્ય લાંબુ મળે તે પણ દુર્લભ છે અને તેમાં સમ્યગ્દર્શન દુર્લભ છે, પ્રભુ!
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy