SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા- ૨૧૮-૨૧૯ ૩૬૩ વિકારના પરિણામના મધ્યમાં રહ્યો છતાં ધર્મી એનો સ્વભાવ એવો છે કે, તેનાથી પોતાને કારણે લપાતો નથી અને અજ્ઞાની એવો છે કે એનો સ્વભાવ રાગની એકતાબુદ્ધિ વાળો હોવાથી તેને વિકારી પરિણામનો લેપ લાગી જાય છે. અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે, કહે છે. એ દ્રવ્યનો સ્વભાવ નહિ. આહાહા.... વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) પ્રવચન ન. ૨૯૭ ગાથા-૨૧૮, ૨૧૯ શ્લોક-૧૫૦ બુધવાર, ભાદરવા સુદ ૭, તા. ૨૯-૦૮-૧૯૭૯ પર્યુષણનો ત્રીજો દિવસ છે ને? આજર્વ ધર્મ, આર્જવ. જે વિચાર હૃદયમાં રહ્યો હોય એ જ વચનમાં રહે. એવી સરળતા હોય. સમ્યગ્દર્શન સહિત આ આર્જવ ધર્મ છે. નિશ્ચયથી તો મુનિને હોય છે પણ સમ્યગ્દષ્ટિને પણ એ ગૌણપણે હોય છે. તે બહાર પરિણમે. જેવું હૃદયમાં હોય એવું વચનમાં રહે તેવું જ બહાર શરીર વડે પણ તે પ્રમાણે કાર્ય કરવામાં આવે. આહાહા...! એનું નામ આર્જવ નામ સરળ (ધર્મ છે), સમ્યગ્દર્શન સહિત. આહાહા...! મુમુક્ષુ – ઈ તો વ્યવહારની વાત છે ને? ઉત્તર:- આ પરમાર્થની વાત છે, વ્યવહારની નહિ. ઈ ભાષા છે પણ અંદર સમ્યગ્દર્શન સહિત સરળતાનો નિશ્ચય ભાવ એવો હોય કે જેનું હૃદય છે તેવી વાણી ને વાણી છે તેવું વર્તન હોય). આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! આ તો દસલક્ષણી પર્વ ચારિત્રના ભેદ છે. મુનિપણું છે એને દસલક્ષણ ધર્મ હોય છે. સાચા સંતને અંતર અનુભવસહિત. કહે છે કે, એ સરળતા તો એનો આર્જવ સ્વભાવ અને ધર્મ છે. આહાહા...! એ આર્જવ ધર્મ છે. એનાથી વિપરીત બીજાને દગો દેવો એ અધર્મ છે. એ બને ક્રમશઃ. સરળતાદિ છે એમાં વિકલ્પની મુખ્યતા લીધી છે અહીં. છે તો સરળ અંદર સ્વભાવ પણ એને વિકલ્પ એવો હોય છે કે તેનું ફળ સ્વર્ગ દેવગતિ છે અને દગાનું ફળ નરકગતિ છે. અહીં લોકમાં એકવાર પણ કરવામાં આવેલું કપટ. વ્યવહાર જન્મથી કપટવ્યવહાર, જન્મથી માંડીને ભારે કષ્ટોથી એટલી બધી મુનિના સરાગ દોષ ઉત્પત્તિ આદિ ગુણોનો અતિશય છાયા ઘાત કરે છે. આહાહા...! કપટ છે એના ગુણની છાયા પણ રહેતી નથી ત્યાં તો. આહાહા.! વક્રતા, અસરળતા એવું કરનારને ગુણની છાયા પણ, ગુણ તો રહેતા નથી છાયા એની રહેતી નથી. ઉક્ત માયાચારથી ક્ષમાદિ ગુણોની છાયા પણ બાકી રહેતી નથી. મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. આહાહા...! કારણ કે તે કપટપૂર્ણ વ્યવહારમાં વાસ્તવમાં ક્રોધાદિ બધા દુર્ગુણો પરિપૂર્ણ થઈને રહે છે. આહા.! ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો જે સંસાર છે. આહા.! કષ
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy