SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૧૧ ૨૭૭ લાયક છે માટે કર્તા (છે), એમ નહિ. આહાહા..! કેટલી અપેક્ષાઓ પડે પ્રભુમાં. આહાહા..! એક કોર કહે કે, શુભરાગ મારો નથી અને પર્યાયમાં છે તો મારું પરિણમન છે એમ જાણવું. આહાહા..! પરિણમનમાં મારો છે, વસ્તુમાં મારો નથી. આહાહા..! બહુ માર્ગ બાપુ..! એ હવે અહીંયાં પાપમાં કહે છે. હવે કહે છે કે, ધર્મીને અધર્મ(નો પરિગ્રહ નથી). લોકો તો એમ કહે છે કે, ત્યાં ધર્મ કેમ કહ્યો? ત્યાં અધર્મ તો કહ્યો નથી. આહાહા..! પણ એને પુણ્ય કહ્યું છે તેનો અર્થ શું થયો? પુણ્ય એ કંઈ ધર્મ નથી, એ તો અધર્મ છે. આકરી વાત, બાપા! પ્રભુ! તારી બલિહારી છે, નાથ! આહાહા..! નિર્મળાનંદ આનંદનો નાથ પ્રભુ, અતીન્દ્રિય આનંદનો સાગર, એવો જે અતીન્દ્રિય ભગવાન.. આહાહા..! તેનો જેને અંતરમાં સ્વાદ આવ્યો એ રાગનો સ્વાદ લેવાને અતત્પર છે. સ્વાદ આવે છે, દુઃખ છે પણ એ ઠીક છે, એમ (સ્વાદ) લેવાને અતત્પર છે. સમજાણું? દુઃખનું પરિણમન મારામાં છે એમ જાણે છે. છતાં એ દુઃખના પરિણમનમાં સુખ નથી. મારે ક૨વા લાયક નથી પણ મારી નબળાઈથી આવે છે તો એ મારો પરિગ્રહ નથી, મારા દ્રવ્યમાં એ નથી. આહાહા..! પર્યાયમાં હોવા છતાં દ્રવ્યમાં નથી. એવી દૃષ્ટિ રાગથી ભિન્ન પડીને થઈ તો એ રાગનો પોતાનો માનતો નથી. આવું ‘શાંતિભાઈ' બહુ ઝીણું, બાપુ! આ તો વીતરાગ માર્ગ ૫રમાત્મા ત્રણલોકના નાથ ઇન્દ્રોની વચ્ચે, ગણધરોની વચ્ચે આમ કહેતા હતા. ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે જે વાત કહે છે એ વાત છે, પ્રભુ! આહાહા..! હવે, જ્ઞાનીને અધર્મનો પાપનો) પરિગ્રહ નથી એમ કહે છે :–' કેમકે પાપ એ અચેતન છે. પાપ એ અજ્ઞાન નામ જ્ઞાનનો અભાવ સ્વભાવરૂપ છે તો ધર્મીને જ્ઞાનના અભાવ સ્વભાવરૂપ ચીજ, તેની પરિગ્રહ–પક્કડ નથી. આહાહા..! આવે છે, જ્ઞાનીને પાપના પિરણામ આવે છે. વિષય, આસક્તિ આદિના પરિણામ આવે છે) પણ તેની પક્કડ નથી. પક્કડ નથીનો અર્થ તેમાં તન્મય, શાયકસ્વભાવ તન્મય થઈ જાય એમ નહિ. પર્યાયમાં તન્મય છે. આવી વાત. આહાહા..! સમજાણું? એ ગાથા કહે છે. ૨૧૧. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ।।२११।। અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી, પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧. ટીકા :– ઇચ્છા પરિગ્રહ છે.’ આહાહા..! ઇચ્છા એ જ પરિગ્રહ છે. ચાહે તો પુણ્યની ઇચ્છા હો, પાપની ઇચ્છા હો એ ઇચ્છા જ પરિગ્રહ છે. કેમકે ભગવાનમાં ઇચ્છા છે જ નહિ. આહાહા..! ઇચ્છા એ અજ્ઞાનમયભાવ છે. એ જ્ઞાનમય ભગવાનઆત્મામાં ઇચ્છાનો અભાવ છે. આહાહા..!
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy