SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અર્થ સિદ્ધિ (છે). જે પોતાનું પ્રયોજન હતું એ સિદ્ધ થઈ ગયું. આહાહા..! શાંતિ, વીતરાગતા, સુખ એ પ્રયોજન હતું, એ પ્રયોજન સિદ્ધ થઈ ગયું. મુમુક્ષુ :– એનાથી ઘર કેમ ચાલે? ઉત્તર :- ઘર કે દિ? આ ઘર (-આત્મા) છે કે ઇ ઘર છે? એ..ઇ...! ‘હસમુખભાઈ’ પાંચ પાંચ લાખના મકાન છે એને, છએ ભાઈઓને. રહેવાના ન્યાં હોલ.. હોલ શું કહેવાય? છએ ભાઈઓના છ. અને બાપુનું જુદું. એમ લોકો કહેતા હતા, આપણે ક્યાં (જોયા છે)? ગયા હતા ખરા એક ફેરી, હોં! ત્યાં મકાને આવ્યા હતા. જોવા ગયા હતા એક ફેરી. આહાહા..! પ્રભુ! એ તારા ઘર ક્યાં છે? તારું ઘર તો અચિંત્યદેવ-ચિંતનમાં લે–આવે એ તારું ઘર છે. એ ઘરમાં જેણે પ્રવેશ કર્યો (તેને) સર્વ સિદ્ધિ (છે). આહાહા..! એને સર્વ પ્રયોજનની સિદ્ધિ (થઈ ગઈ). અર્થ એટલે પ્રયોજન. સર્વ-અર્થ-સિદ્ધ-આત્મતયા સર્વ-અર્થ-સિદ્ધ-આત્મતયા' સર્વ અર્થ સિદ્ધ થયેલું સ્વરૂપ. સર્વ અર્થનું સિદ્ધ થયેલું સ્વરૂપ. આહાહા..! અરે..! આવો ઉપદેશ. આહાહા..! આત્મા હજી પકડમાં આવ્યો નહિ, અનુભવમાં આવ્યો નથી ત્યાં પાધરી પડિયા ને મહાવ્રત લ્યે એ તો બાળવ્રત અને બાળતપ છે. આહાહા..! ‘અમૃતચંદ્રાચાર્ય’ આ શ્લોકમાં ઘણું કહેવા માગે છે, બહુ ઊંડુ કહેવા માગે છે. ઓહોહો..! ભગવાન! તું અચિંત્ય ચિંતામણિ, આનંદ ચિંતામણિ, શાંતિ ચિંતામણિ.. આહાહા..! અનંત ગુણનું ચિંતામણિ સ્વરૂપ પ્રભુ તારું. તારું સ્વરૂપ છે તેને પકડી લીધું, અનુભવ થયો (તો) ‘સર્વ-અર્થ-સિદ્ધ-આત્મતયા” સર્વ અર્થના સ્વરૂપની સિદ્ધિ થઈ. સર્વ પ્રયોજનના ભાવની સિદ્ધિ થઈ. આહાહા..! જે પ્રયોજન સુખનું હતું, સમ્યજ્ઞાનનું હતું એ બધા પ્રયોજન સિદ્ધ થયા. આહાહા..! “અન્યના પરિગ્રહથી...’ નિજ અભેદ ચિદાનંદ સ્વરૂપની અનુભવદૃષ્ટિ સિવાય [અન્યસ્ય પરિપ્રશ્નેળ] એ જડની કોઈ પૈસા-લક્ષ્મી, આબરુ, સ્ત્રી, કુટુંબ એ ચીજ તારી ક્યાં છે? તેની તને સાવધાની, સ્મરણ, આચરણનું તારે શું કામ છે? અરે..! રાગના પણ આચરણ, સ્મરણ, સાવધાનીનું શું કામ છે? ભગવાન મહાપ્રભુ તને સાવધાનીમાં પ્રાપ્ત થયો છે ને! આહાહા..! ભગવાનઆત્મામાં સાવધના થયો. સમય વર્તે સાવધાન' નથી કહેતા, ઓલા લગન વખતે? ટાઈમ હોય સાડા આઠ ને દસ મિનિટ (તો કહે), ટાઈમ થઈ ગયો, સમય વર્તે સાવધાન, લાવો કન્યાને.’ અહીં કહે છે, ‘સમય વર્તે સાવધાન’ સમય એટલે આત્મા. આહાહા..! દુનિયાથી જુદી વાત છે, પ્રભુ! આહાહા..! દુનિયા સાથે કાંઈ મેળ ખાય એવો નથી. આહાહા..! એથી એકાંત છે, એમ નથી. એ સમ્યક્ એકાંત છે. આહાહા..! જેને અચિંત્યદેવ ચિન્માત્ર ચિંતામણિ પ્રતીતમાં, અનુભવમાં, જ્ઞાનની પર્યાયમાં આવ્યો, આહાહા..! એ જીવને ધર્મી, સમકિતદૃષ્ટિ જીવને પોતાના સ્વભાવના પરિગ્રહ–પકડ સિવાય
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy