SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા૨૦૬ ૨૨૭. જેનાથી રહિત છે તેનાથી તે મળશે? આહાહા.! આવો માર્ગ છે. સંપ્રદાયને આકરું પડે. અત્યારે સંપ્રદાય એવા દોરાય ગયા છે અને આ “સોનગઢીયા... સોનગઢીયા” એમ કહે છે. અરે.! પ્રભુ! શું કરે છે? આ “સોનગઢનું નથી, બાપુ! આહાહા...! પ્રભુ! આ તો તારા ઘરની વાત છે. પરઘરમાંથી નીકળીને સ્વઘરમાં જાવું એની આ વાત છે. આહાહા...! તારું ઘર તો પ્રભુ! જ્ઞાનથી ભરેલું ઘર છે ને! એકલો જ્ઞાનનો પુંજ, ચૈતન્યનો સૂર્ય, ચૈતન્યચંદ્ર શીતળતાનો ભરેલો ભગવાન. આહાહા...! એની ઉપર નજર કરને નાથ! ત્યાં નિધાન પડ્યું છે. આહાહા.. તેનો પહેલો વિશ્વાસ તો લાવ કે, આ ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંત ગુણનો સાગર (છે). વિશ્વાસ કરીને વિશ્વાસે વહાણ તરશે તો અંદરમાં જવાશે. આહાહા! કહો, હસમુખભાઈ', આવી વાતું છે, બાપુ! ક્યાંય “મુંબઈમાં મળે એવું નથી. છ ભાઈ બેસીને વાતું કરો તો આ મળે એવું નથી ન્યાં. આહા..! આવી વાત, પ્રભુ આહાહા..! અમૃતનો સાગર ઉછળે છે. આહાહા...! અમૃતના સુખના ભંડારરૂપ સ્વરૂપ તેની રુચિ કર, તેની પ્રીતિ કર, તેનો સંતોષ કર, એ કલ્યાણ સ્વરૂપ (છે), તેનાથી તૃપ્ત થા. આહાહા.! તને ત્યાં આનંદ આવશે, પ્રભુ આહાહા.! એ.ઈ....! આથી (વધારે, શું કહે? આહા...! એનો હજી વિશ્વાસ ને પ્રતીતિ ન મળે. વ્યવહારની પ્રતીતિ અને એનાથી મળશે એમ માને). અરે. પ્રભુ જે તારામાં છે નહિ એનો તને ભરોસો અને છે તેનો ભરોસો નહિ! આહાહા...! ‘તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે. બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?’ એક ન્યાય એ આપ્યો છે. નીચે એનો બીજો એક અર્થ છે. “મા કન્યાનું પ્રાણીઃ “બીજાઓને ન પૂછ)નો પાઠાન્તર – “HISતિપ્રાણીઃ (અતિપ્રશ્નો ન કરી.” હવે બહુ વિશેષ પ્રશ્ન ન કર, એમ કહે (છે). છે નીચે? આહાહા.! બીજાને ન પૂછ અને હવે અતિપ્રશ્ન ન કર. આહાહા.! ત્રણલોકના નાથ તીર્થકર સર્વજ્ઞ પરમાત્મા, એ દિવ્યધ્વનિ દ્વારા આમ કહે છે, એ સંતો વાણી દ્વારા જગતને જાહેર કરે છે. આહાહા..! ત્રણલોકનો નાથ “સીમંધર ભગવાન સમવસરણમાં દિવ્યધ્વનિમાંથી આ આવ્યું હતું. આહાહા.! એ સંતોએ અનુભવીને બહારમાં જગતને મૂકયું. આહાહા...! ભગવાનનો આ સંદેશ છે. અમે ભગવાન પાસે ગયા હતા. ભગવાનના અમે દર્શન કર્યા. સંતો એમ કહે છે. આહાહા...! અમને ભગવાનના ભેટા થયા, ભગવાનની વાણી અમે આઠ દિ સાંભળી. કુંદકુંદાચાર્ય સપ્તાહ આવે છે ને? સમવસરણમાં સપ્તાહ મૂકે છે ને? આપણે સમવસરણ સ્તુતિમાં સપ્તાહનું આઠ દિ. એ ત્રણલોકના નાથ આમ સંદેશ કહેવરાવે છે. આહાહા...! પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ તું છો ને! જ્ઞાનથી ભરેલો, આનંદથી ભરેલો, શાંતિથી ભરેલો), શાંતિ એટલે ચારિત્ર, આનંદ એટલે સુખ, સ્વચ્છતાથી ભરેલો, પ્રભુતાથી ભરેલો, ઈશ્વરતાના
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy