SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જ્ઞાન તે આત્મા એ તરીકે લીધું. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી...' છે. એનો ગુણ, આત્મા જેમ સ્થિર છે, ધ્રુવ છે એમ જ્ઞાનગુણ પણ સ્થાયી, ધ્રુવ છે. આહાહા..! તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.’ આહાહા..! જ્ઞાનીઓ દ્વારા, ધર્મી દ્વારા આ આત્માનો એક જ સ્વાદ લેવા લાયક છે. આહાહા..! રાગનો સ્વાદ પણ લેવા યોગ્ય નથી. શુભરાગનો (સ્વાદ). શ્લોક-૧૩૯ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (અનુષ્ટુમ્) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् । अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः । ।१३९ ।। હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે : શ્લોકાર્થ :- [ તત્ મ્ વ દિ પવમ્ સ્વાદ્ય ] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [ વિપવામ્ અપવં ] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી) અને [ યત્પુર: ] જેની આગળ [ અન્યાનિ પવનિ ] અન્ય (સર્વ) પદો [ અપવાનિ વ માસì ] અપદ જ ભાસે છે. ભાવાર્થ :- એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે આપત્તિરૂપ છે). ૧૩૯. કળશ-૧૩૯ ઉ૫૨ પ્રવચન હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે : ' (અનુષ્ટુમ) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् । अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।।१३९।। જુઓ! આ શ્લોક ‘અમૃતચંદ્રાચાર્ય’નો છે. ‘તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે.' લ્યો,
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy