SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ કલામૃત ભાગ-૬ ઉત્તર :- કોઈ સાથે સંબંધ નથી. કર્મ સાથે નહિ ને નોકર્મ સાથે પણ નહિ. બધા સરખા. ન આવ્યું? આઠ કર્મ, શરીર, મન, વચન અને નોકર્મ. નોકર્મ આવ્યું છે અંદર. છે? અથવા બાહ્ય ભોગસામગ્રી. બધું આવ્યું ત્યાં. દ્રવ્યકર્મ, નોકર્મ, સામગ્રી, કુટુંબ-કબીલા, બાહ્ય ચીજ એ કોઈપણ તને રાગ-દ્વેષ ઉત્પન્ન કરાવે એ ત્રણકાળમાં નથી. આહાહા...! મુમુક્ષુ - કરાવે નહિ પણ અવિનાભાવે થાય. ઉત્તર:- અવિનાભાવે બિલકુલ થાય નહિ કરે તો એને નિમિત્ત કહેવાય. અવિનાભાવનો અર્થ ઈ છે. કરવો જ પડે એમ અવિનાભાવ છે, બિલકુલ જૂઠ (વાત છે). આહાહા...! જ્ઞાનીને રાગ થાય, હોય છે, નબળાઈને લઈને રાગ હોય છે પણ છતાં તે રાગનો કર્તા થઈને જાણનારો રહે છે, કર્તા થતો નથી. હૈ? મુમુક્ષુ :- શરીર, કર્મ સાથે અવિનાભાવ સંબંધ છે? ઉત્તર :- ના, ના. કોઈની સાથે કંઈ સંબંધ છે નહિ. એ તો નિમિત્ત છે. આહાહા...! જ્ઞાનીને નબળાઈને લઈને સહન ન થઈ શકતું હોય તો એવો રાગ આવે, વિષય વાસના રાગ આવે). છતાં એ પોતે ઊભો કરે છે. છતાં તે ધર્માજીવ છે તેમાં એની સુખબુદ્ધિ નથી. સમજાણું કાંઈ? એમાં સુખબુદ્ધિ નથી અને એ પ્રમાણે થાય છે. અને અજ્ઞાનીને તો એમાં સુખબુદ્ધિ કરે છે. વિષયમાં, આબરુમાં, નિંદા સાંભળવામાં સુખ-દુઃખ બુદ્ધિ ઉત્પન્ન કરે છે, એ મિથ્યા ભ્રમ છે. આહાહા...! એને પરવસ્તુ સુખ-દુઃખની ભ્રમણા કરાવે છે એમ છે નહિ. આહાહા..! દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દૃષ્ટિથી...” જોયું દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દષ્ટિથી આહાહા.! સાચી દૃષ્ટિથી વિકાર પોતે કરે છે, એમ કહે છે. ઠીકા “અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષ પરિણામ તેમને ઉપજાવવા સમર્થ જોવામાં આવતું નથી. સાચી દૃષ્ટિથી જોઈએ તો. આહાહા.! જીવમાં પુણ્ય ને પાપ ને અશુદ્ધ પરિણમનને સાચી દૃષ્ટિથી જોઈએ તો બીજા તેને અશુદ્ધ પરિણમન કરાવતા નથી. આહાહા.! જુઓ એ દૃષ્ટિા સમજાણું કઈ? વાણિયાને વેપાર આડે નવરાશ ન મળે. કો'ક દિ' આવું સાંભળે તો લાગે લૂખું, જાણે આ શું કહે છે? બાપા મારગડા જુદા છે, બાપા! આહાહા.! તારી મલિનતાનો પણ સ્વતંત્ર કર્તા અને નિર્મળતાનો પણ સ્વતંત્ર કર્યા. આહાહા...! કર્મ કે કોઈ ચીજને લઈને મલિનતા કે નિર્મળતા થાય એ (છે) નહિ. વિશેષ કહેશે. જુઓજોવામાં આવતું નથી.’ ‘(કહેલો અર્થ ગાઢો–દઢ કરે છે–' શું કહે છે? “વરમ સર્વદ્રવ્યોત્પત્તિઃ સ્વસ્વમાવેન અન્નશ્ચાસ્તિ આહાહા..! “કારણ કે જીવ” સર્વદ્રવ્યનો અર્થ કરે છે). અનંત આત્માઓ, પુદ્ગલ, શરીર, ધર્માસ્તિ, અધર્માસ્તિ તત્ત્વ છે. ધર્મ એટલે આ ધર્મ એ નહિ જગતમાં એક તત્ત્વ છે. અધર્મ તત્ત્વ, કાળ અને આકાશ. આહાહા...! છએ દ્રવ્યમાં ઉત્પત્તિ “સ્વમાન' આહાહા...! એમ “ન્તકાસ્તિ આહાહા...! છએ દ્રવ્યમાં જે પર્યાય થાય છે તે એનાથી
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy