SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૨૧૭ કર્તા છે. આહાહા..! પણ જ્યારે રાગ-દ્વેષ જ્ઞેયરૂપે રહે અને હું જ્ઞાનરૂપે છું, એવું ભાન થયું ત્યારે રાગ-દ્વેષનો સ્વામી થતો નથી. આહાહા..! રાગ-દ્વેષ થાય છે. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી થાય છે, પણ એનો હું સ્વામી છું અને મારું કર્તવ્ય છે એમ માનતો નથી. આહાહા..! દુનિયાથી જુદી જાત છે ભઈ આ તો. અત્યારે તો બધું ઘણું ચાલે છે, અનાસક્તિથી કરવું, અનાસક્તિ યોગ છે. નિષ્કામ વૃત્તિથી કરવું. બધું ગપ્પેગપ છે. મુમુક્ષુ :– સાધારણ સંસારી જીવે સવારથી રાત સુધી શું કરવું? ઉત્તર :– રાગને છોડવો પડે, કલ્યાણ કરવું હોય તો. મુમુક્ષુ :શું ક૨શે, સાધારણ જીવ છે. ઉત્તર ઃ– જ્ઞાન કરશે, અંદરમાં રહેશે. અંદરમાં જ્ઞાનમાં રહેશે. મુમુક્ષુ :કોઈ કામ નહિ કરે? ઉત્તર ઃ- કામ કરી શકતો જ નથી ને. થાય છે તેને એ જાણે છે. અજ્ઞાની છે તે કર્તા થાય છે. ફેર છે. ગાંધીજી’ વ્યાખ્યાનમાં આવ્યા હતા. (સંવત) ૧૯૯૫ ની સાલમાં રાજકોટ’માં આવ્યા હતા. મોહનલાલ ગાંધી’ વ્યાખ્યાનમાં આવ્યા હતા અને તેમની સ્ત્રી ‘કસ્તુરબા’, એ બાર વખત વ્યાખ્યાનમાં આવ્યા હતા અને જોડે હતો ને કોણ બીજો? મહાદેવ દેસાઈ’. ‘ગાંધીજી’ સાથે બધા વ્યાખ્યાનમાં આવ્યા હતા. ત્યાં તો એ વખતે અમે તો કહ્યું હતું કે, પરની દયા પાળી શકું છું અને પરને હું સુખી કરી શકું છું એવી માન્યતા અજ્ઞાની મૂઢ જીવની છે. તમે હતા ત્યારે? ત્યારે નહોતા. ૩૯ વર્ષ થયા. ૩૯, ચાલીસમાં એક ઓછો. વ્યાખ્યાનમાં બધા આવ્યા હતા. ગાંધીજી’ને કમિટી ભરવાની હતી, દેશ વિશે કરવા આવ્યા હતા તો અડધો કલાક, પાંત્રીસ મિનિટ વ્યાખ્યાનમાં આવ્યા હતા. માર્ગ તો આ છે. દેશની સેવા કરું છું ને ૫૨ને સુખી કરી શકું છું બધી અજ્ઞાનીની ભ્રમણા છે. એ.....! ૫૨ને જીવાડી શકું છું, પ૨ને મારી શકું છું, પરને અનુકૂળ સગવડતા આપી શકું છું એ બધી મિથ્યાદૃષ્ટિની ભ્રમણા છે. આહાહા..! એ જ્યાં સુધી મિથ્યાસૃષ્ટિ છે ત્યાં સુધી રાગ-દ્વેષનો કર્તા થાય છે. મુમુક્ષુ :બીજાને ઉપયોગી થવાનું.. ઉત્તર ઉપયોગી ત્રણ કાળમાં કોઈ દિ થઈ શકતો નથી. બીજાને હું ઉપયોગી થઈ = ૪૧૩ શકું. કોણ ઉપયોગી થઈ શકે? પદ્રવ્યનો ઉપયોગી કોણ થઈ શકે? મુમુક્ષુ :- નિમિત્ત થાઉં. ઉત્ત૨ :– નિમિત્તનો અર્થ શું? ત્યાં તો તેનું કાર્ય થાય છે ત્યારે તો નિમિત્ત કહેવામાં = આવે છે, પણ નિમિત્તે કર્યું શું ત્યાં? આહાહા..! આ વકીલાત કરી હશે નહિ “રામજીભાઈ’એ? ઉપયોગી થઈ પડ્યા હશે બીજાને! પૈસા પેદા કરવા માટે ત્યાં બેઠા હતા. પાપ.. પાપ. મુમુક્ષુ :– વકીલોની વાત જુદી છે, ડૉક્ટરો.. ઉત્તર :- ડૉક્ટર પણ પાપ છે, ડૉક્ટર શું, ધૂળમાં ડૉક્ટર..
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy