SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ- ૨૧૭ ૪૦૩ અનંત વાર જન્મ ધારણ કર્યા છે. આહાહા.! આ કંઈ નવું મનુષ્યપણું નથી. કેમકે આત્મા તો છે તે છે. છે તો અનાદિનો છે. તો રહ્યો ક્યાં? પોતાના સ્વરૂપની તો ખબર નથી, તો ચાર ગતિમાં ચોરાશી લાખ અવતારમાં રખડવામાં રહ્યો. મુમુક્ષુ :- જુદા જુદા આત્મા જુદા જુદા. ઉત્તર :- આત્મા જુદા જુદા છે. આત્મા જુદા છે, બધા એક નથી, સર્વવ્યાપક નથી. એ માટે ડૉક્ટરે ખુલાસો કરાવ્યો ને કે, ભઈ! બધા એક આત્મા છે? એક આત્મામાં બીજા આત્માનો અભાવ છે. એમ એક આત્મામાં બીજા જડનો પણ અભાવ છે. અને જડમાં પણ આત્માનો અભાવ છે અને બીજા જડનો પણ જડમાં અભાવ છે. એ માટે આ દાખલો જડનો આપ્યો. ઝીણી વાત. આહાહા.! મુમુક્ષુ :- જન્મ જન્મમાં સુધરતો જાય તો આત્મા... ઉત્તર :- ઈ પણ હજી ભાન વિના કયાંથી કરશે? પહેલા ભાન કર્યું હોય તો પછી ભાન એમ ને એમ રહેશે. બીજ ઊગી હોય, બીજ. બીજ–બીજ કહે છે ને? ચંદ્રની બીજ. બીજ થાય તો પૂનમ થશે, પણ બીજ નથી તો પૂનમ થશે ક્યાંથી? એમ પહેલેથી આત્મા ચિદૂર્ઘન આનંદકંદ, હું રાગથી અને પરથી ભિન્ન છું એવી દૃષ્ટિ અને અનુભવ થયો હોય તો પછી પણ ભિન્ન પડશે. મુમુક્ષુ :- આગળના કલાસમાં વધશે. ઉત્તર :- એ વિશેષ આગળ વધશે. સમજાય છે કાંઈ પણ એ ક્લાસમાં આવ્યો જ નહિ તો વધશે કેવી રીતે? આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં એ કહ્યું, ‘તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે.’ લ્યો, એ પૂરું થયું. હવે ૨૧૭. એમાં જરી વિશેષ (વાત છે). (ભન્દાક્રાન્તા) रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत् ज्ञानं ज्ञानं भवति न पुनर्बाध्यतां याति बोध्यम् । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।।२५-२१७।। ખંડાન્વય સહિત અર્થ – “તત્ રાષય તાવત્ ૩યતે” (ત) વિદ્યમાન, (RTI) ઈષ્ટમાં અભિલાષ અને (૬) અનિષ્ટમાં ઉગ એવા (દ્વયમ) બે જાતિના અશુદ્ધ પરિણામ (તાવ ૩યતે) ત્યાં સુધી થાય છે “યાવત્ જ્ઞાનં જ્ઞાનં ર મવતિ' (યાવત) જ્યાં સુધી (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (જ્ઞાને ન મતિ) પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી;
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy