SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ- ૨૧૫ ૩૭૭ અર્થો જ્ઞાનમાં છે. એટલે કે એનું જ્ઞાન છે, ત્યાં એનો અર્થ એ છે). અર્થો જ્ઞાનમાં છે એમ કહ્યુંનો અર્થ અર્થ સંબંધીનું જ્ઞાન જ્ઞાનમાં છે, એમ કહેવું છે. અર્થ તો અર્થમાં છે. આહાહા.... ત્યાં તો સર્વગત કહ્યું. “પંચાધ્યાયી”માં સર્વગત માને એને નિશ્ચયાભાસ કીધો છે. “પંચાધ્યાયીમાં સર્વગતને એમ કીધું). અપેક્ષિત જાણવું જોઈએ ને આહાહા.! સર્વગત તો ૪૭ નયમાં એક સ્વભાવ છે. કઈ અપેક્ષાએ? પોતાને અને પરને સર્વને જાણવાનું સ્વરૂપ છે માટે સર્વગત છે, પણ પરને જાણવું એથી તે પરને જાણતાં જ્ઞાન બહાર ચાલ્યું ગયું છે, પોતાના અસ્તિત્વમાંથી એક પ્રદેશ પણ ભિન્ન દૂર થઈ ગયું એમ નથી. આહાહા...! પોતાના ઘરમાં રહીને જેમ લશ્કર નીકળે એને જોવે, એ લશ્કરમાં છે આંખ ગઈ નથી અને લશ્કર આંખમાં આવ્યું નથી. ઘરમાં ઊભો ઊભો જોવે આ બધું નીકળે એને. વરઘોડો નીકળે, રથ નીકળે, હાથી નીકળે. આહાહા. એમ ભગવાન જ્ઞાનસ્વરૂપી પોતામાં બેઠો છે. આહાહા...! એમાં આ બધા જડના અને રાગના પ્રકારો લશ્કરો નીકળે એ વખતે તેને તેનો તે સંબંધીનો સ્વભાવ તેનું જ્ઞાન થવાનો તે કાળે પોતાનો સ્વભાવ પોતાથી છે. એ અશુદ્ધ નથી. આહાહા...! અને પરને જાણ્યું માટે જ્ઞાન બહારમાં ચાલ્યું ગયું છે એમ નથી). આહાહા.! ઈ કહ્યું હતું ને તે દિ? “રાણપુર” (સંવત) ૧૯૮૪ના ચોમાસામાં. (એક) વેદાંતી ભાવસાર હતો. ખત્રી... ખત્રી. રૂગનાથ. મહારાજા તમે કહો છો. વ્યાખ્યાનમાં બધા આવે, વેદાંતી. પણ અંદરમાં પેઠા વિના, આ આને જાણવું અંદરમાં પેઠા વિના શી રીતે જાણે એમ પ્રશ્ન કર્યો હતો. ખત્રીએ. ભાઈ! આહાહા...! આ અગ્નિને જ્ઞાન જાણે છે તે જ્ઞાન અગ્નિમાં પેઠું છે? જણાય છે કે નહિ? આ અગ્નિ છે એમ જણાય છે કે નહિ? આ ૧૯૮૪ની વાત છે. કેટલા થયા? ૫૦ વર્ષ. “રાણપુર ચોમાસુ હતું ને. માણસો ઘણા બધા આવે, નામ પ્રસિદ્ધ ખરું ને આવે, અન્યમતિઓ પણ આવે, દેરાવાસી સાંભળવા આવે. પણ પોતાનો પક્ષ અંદરથી મૂકવો કઠણ પડે. આહાહા..! આ વાડામાં હજી પક્ષ લઈને બેઠા એમાંથી એને ખસવું આકરું પડે. આહાહા....! અહીં કહે છે, “શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે?” એમ અજ્ઞાની માને છે. જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય” એવી થઈ છે બુદ્ધિ જેમની, એવા છે. તેનું સમાધાન આમ છે. અહીં સુધી આવ્યું છે. અહીં સુધી કાલે આવ્યું હતું. પરમ દિ, કાલે તો સર્જાય હતી. “યત્ જ્ઞાન ઝુંયમ્ અતિ તત્ ય શુદ્ધસ્વમાવોય. આહાહા. જો એમ છે કે જ્ઞાન શેયને જાણે છે. આહાહા.! “એવું પ્રગટ છે.” જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા શરીર, વાણી, કુટુંબ-કબીલો બધા પરણેય છે. દેવ-ગુરુશાસ્ત્ર પણ પરશેય છે અને અંદરમાં દયા, દાનનો રાગ આવે એ પણ પરશેય છે. આહાહા.! એ એને જાણે એ પ્રગટ છે. - “તે આ....” “શુદ્ધત્વમાવોદય: એ તો “શુદ્ધ જીવવસ્તુનું સ્વરૂપ છે.” ઉદય-પ્રગટ છે, એમ કહે છે. “શુદ્ધરમાવો: એ તો શુદ્ધ જીવ સ્વભાવનું પ્રગટપણું છે. સ્વપપ્રકાશક એ તો શુદ્ધ જીવનું ઉદય છે–પ્રગટ છે. આહાહા...! ભારે કામ આકરું. આ તો આખો દિ
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy