SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ- ૨૧૦ ૩૦૧ મહા સુદ ૧૦, શુક્રવાર તા. ૧૭-૦૨-૧૯૭૮. કળશ–૨૧૦ પ્રવચન–૨૩૪ ર૧૦, ૨૧૦ છે ને? રથોદ્ધતા) व्यावहारिकद्दशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते વર્ વર્ષ ૨ સફેવસ્થિતા૧૮-૨૧૦ | અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનો કર્તા જીવ છે કે નથી?” જે કર્મ બંધાય છે ને એ કર્મના પરિણામનો કર્તા જીવ છે કે નથી? કર્મ એ પરિણામ છે, પુગલ પરિણામ છે. કર્મ એક પરમાણુ જડની પરિણતિ-પર્યાય છે, તો કર્મ પરમાણુના પરિણામ જ્ઞાનાવરણાદિ, તેને આત્મા કરે છે કે નથી કરતો? એવો પ્રશ્ન છે. ઉત્તર આમ છે કે-કહેવા માટે તો છે...' કહેવામાત્ર છે. આહાહા.! “વસ્તુસ્વરૂપ વિચારતાં કર્તા નથી. વસ્તુની સ્થિતિની મર્યાદા વિચારતાં કર્મના પરિણામનો જીવ કર્તા નથી. આહા...! અહીંયાં રાગ-દ્વેષ થાય તે પ્રમાણમાં કર્મની અવસ્થા થાય છે તો નિમિત્તથી એમ કહેવામાં આવ્યું કે, જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા આત્મા છે. એ વ્યવહાર જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું. આહાહા.! હેં? મુમુક્ષુ - ધર્મના કામમાં જૂહું શું કરો છો? ઉત્તર :- જૂઠું (એટલે) નિમિત્ત છે અને થાય છે એટલું જ્ઞાન કરાવવા કહ્યું. અહીંયાં જીવ રાગ-દ્વેષ કરે છે તો ખરેખર તો રાગ-દ્વેષના પરિણામ તેનું કર્મ છે અને અજ્ઞાની આત્મા તેનો કર્તા છે. એટલું નિમિત્ત પામીને કર્મના પરમાણુ પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે. જ્ઞાનાવરણાદિ કર્મ છે એ પોતાની યોગ્યતાથી એ સમયે પર્યાય થવાને કારણે પોતાને કારણે એ પરિણમન કરે છે, પણ આ (જીવના પરિણામ) નિમિત્ત છે એટલે વ્યવહારથી, જૂઠા વ્યવહારથી કહેવામાં આવ્યું. આહાહા.! સમજાય છે કાંઈ? જેમ સ્થૂળ દૃષ્ટાંત લઈએ, વેલણ હોય છે ને? વેલણથી રોટલી થાય છે ને? તો એ વેલણના પરિણામ ભિન્ન છે અને રોટલીના પરિણામ ભિન્ન છે, પણ જૂઠી વ્યવહારદૃષ્ટિએ
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy