SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ કલશામૃત ભાગ-૬ પુદ્ગલદ્રવ્ય એળાં બે દ્રવ્યોનું કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે–કોઈ એમ માનશે કે જીવ તથા કર્મ મળતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ થાય છે, તેથી બંને દ્રવ્ય કર્તા છે.' એ તો દ્વિક્રિયાવાદી થઈ ગયો. આવે છે ને દ્વિક્રિયાવાદી? દ્વિક્રિયાવાદી (અર્થાત્) એક દ્રવ્ય પોતાની પણ ક્રિયા કરે અને પરની પણ કરે. એ મિથ્યાદૃષ્ટિ છે. સમાધાન આમ છે કે બન્ને દ્રવ્ય કર્તા નથી, કારણ કે રાગાદિ અશુદ્ધ પરિણામોનું બાહ્ય કારણ-નિમિત્તમાત્ર પુગલકર્મનો ઉદય છે...' આહાહા..! નિમિત્ત એમ પણ ન કહ્યું, નિમિત્તમાત્ર! એક પદાર્થ) છે એમ, બસ! આહાહા..! શાસ્ત્રમાં એમ આવે, જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન અવાયેલું છે. લ્યો! જ્ઞાનાવરણીય નામ પડ્યું છે. કર્મ કેવું છે? કે, જ્ઞાનાવરણીય (અર્થાત્) જ્ઞાનને આવરણ. એ તો નિમિત્તનું કથન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી તો આવરણ કરે કેવી રીતે? સમજાય છે કાંઈ? આહાહા..! ચાર ઘાતિકર્મ, એમ આવે છે ને? ઘાતિકર્મ નામ આવે છે ને? તો કર્મ ઘાત કરે છે ને? પદ્રવ્ય ૫૨નો ઘાત કરે છે કે નહિ? ઘાતિકર્મ આવે છે ને? એ તો પોતાથી ભાવઘાતિ પરિણમન કરે છે. પ્રવચનસાર’ની સોળમી ગાથામાં છે—સ્વયંભૂ, સ્વયંભૂ સોળમી ગાથામાં છે. દ્રવ્ય અને ભાવ બે ઘાતિકર્મ છે. પાઠ છે ને? ભાઈ! પ્રવચનસાર' સોળમી ગાથા. ભાવઘાતિ. પોતાની પરિણતિ પોતાથી ઘાત કરે છે ત્યારે ઘાતિકર્મને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા..! અરે..! શું થાય? ભાઈ! અહીં તો આટલું બધું યાદ શી રીતે રહે? કેટલા પડખાં આમાં પાડવા. ભાઈ! એને અભ્યાસ તો કરવો પડે ને? સત્ય સત્ય છે. સત્યના શોધકને સત્યનું સ્વરૂપ શું છે એનો નિર્ણય તો કરવો પડે ને? એકાંત માની લે, કંઈનું કંઈ માની લે તો ગોટા ઊઠે. આહાહા..! બાહ્ય કારણ–નિમિત્તમાત્ર પુદ્ગલકર્મનો ઉદય છે, અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે;...' જુઓ! આહાહા..! અંતરંગ કારણ તો જીવ પોતે છે. પેલી તો નિમિત્તમાત્ર બીજી ચીજ છે. એ કંઈ એને પરિણમાવતી નથી. આહાહા..! મોટો વાંધો, કર્મનો મોટો વાંધો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઘાતિકર્મ છે, એવો પાઠ નથી? અને નામકર્મ પ્રકૃતિમાં નથી આવતું? ઓલું શું કહેવાય? હૈં? આપઘાત, પરાઘાત નામકર્મની પ્રકૃતિ આવે છે. પરઘાતિ અને બીજું શું? ઉપઘાત. બે પ્રકૃતિ છે. ૧૯૩ નામકર્મની પ્રકૃતિ બે છે ને? એમાં ઉપઘાત પ્રકૃતિ છે અને એક પરઘાત પ્રકૃતિ છે. ઉપઘાત પોતાથી થાય છે અને પરઘાત પરથી ઘાત થાય છે. બે પ્રકૃતિ છે–ઉપઘાત, ૫૨થાત. એ તો નિમિત્ત પ્રકૃતિ છે, એમ. ઘાત તો પોતાથી પર્યાયનો થાય છે ત્યારે પ્રકૃતિને નિમિત્ત કહેવામાં આવે છે. શું થાય? પ્રભુ! એવો માર્ગ છે. અરે..! આહાહા..! આ ભવભ્રમણ એને અનંતકાળથી ટળતું નથી. એને ટાળવાનો ઉપાય તો આ છે. અંદર સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે એની પરિણતિનો કર્તા સ્વતંત્ર છું, વિકા૨પણે પણ હું અને અવિકા૨પણે પણ હું. એ વખતની વાત છે, હોં! એકલા વિકા૨૫ણે (પરિણમે) છે એ તો મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! સમજાય છે કાંઈ? છે?
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy