SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કલશામૃત ભાગ-૬ વાર આવે છે, મારે એમાંથી બે શબ્દ કાઢવા હતા. વારા છે ને? સમુદ્ર. વાસિ બેય એક જ વાક્ય છે કે વારાસિમાં બે ભિન્ન છે? એમ. વા નામ પાણી અને ચિસ નામ.. પહેલા આવ્યું હતું. વા નામ પાણી, જલ. ચિસ નામ ઢગલો એ ઉદધિ થયું. એમ. એમ બે શબ્દ ખ્યાલમાં હતા. એ કહ્યું હતું. વા-રાસ, વારાસ. પણ વા નામ પાણી, અને રાસિ (એટલે) ઢગલો એટલે પછી ઉદ્ધિ થયું, એમ. એ આવ્યું હતું, પહેલા આવી ગયું. ‘કળશીકા’માં, ખબર છે ને? મગજમાં એ ખ્યાલમાં આવ્યું હતું. બે શબ્દ જુદા છે કે એક જ વાક્ય છે? આહાહા..! અહીં કહે છે, એ દૃષ્ટાંત આવ્યું છે ને? દરિયામાં, સમુદ્રમાં જે તરંગ ઊઠે છે ને તરંગ? તો પવન આવ્યો તો તરંગ ઊઠે છે, એમ નથી. માણેકચંદજી શેઠ'! આવી વાત છે. એ આવે છે, સમયસાર'માં પાઠમાં આવી ગયું છે. ૮૩ ગાથા, ૮૩ માં છે. સમુદ્રમાં તરંગ ઊઠે છે તો પવન આવ્યો તો તરંગ ઊઠે છે એમ નથી. આવી વાત છે. મુમુક્ષુ :- પવન નિમિત્ત તો છે ને? ઉત્તર ઃ– પણ નિમિત્તની વ્યાખ્યા શું? એક ઉપસ્થિત ચીજ છે પણ નિમિત્ત એને કહીએ કે એમાં એનાથી થાય નહિ. એનાથી થાય તો નિમિત્ત કહેવાય નહિ, એ તો ઉપાદાન થઈ ગયું. આહાહા..! આવી વાત છે, બાપુ! આ તો સત્ય વસ્તુનું સ્વરૂપ છે ને, પ્રભુ! આ કાંઈ કોઈએ બનાવ્યું છે એમ છે? વસ્તુનું સ્વરૂપ આવું છે. આહાહા..! અરે..! પોતાને ન બેસે તેથી કાંઈ વસ્તુસ્થિતિ પલટી જાય? વસ્તુ તો જેવી છે એવી છે. આહાહા...! સર્વ: અવિ સમ્બન્ધઃ નાસ્તિ' આહાહા..! એક દ્રવ્યને અને બીજા દ્રવ્યને સર્વ: અવિ સમ્વન્ધ: નાસ્તિ’. આકરી વાત. આત્મા અહીંયાં શરીરના આધારે રહ્યો છે એમ પણ નથી. આત્મા અહીંયાં કર્મના આધારે રહ્યો છે એમ પણ નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ છે જ નહિ. એટલે શરી૨માં આત્મા રહ્યો છે તો કર્મ છે એને આધારે રહ્યો છે એમ નથી. આત્મા પોતાના આધારે રહ્યો છે. આહાહા..! નિરાલંબી એવું નિજ આત્મદ્રવ્ય. આપણે સમવસરણ સ્તુતિમાં પંડિતજીએ બનાવ્યું છે. ભગવાન તીર્થંકરનું શરીર હોય છે ને? નીચે અંતરીક્ષ રહે છે. સિંહાસનને અડતા નથી. શરીર, હોં! સિંહાસન, કમળ. સિંહાસન ઉપ૨ કમળ, કમળ ઉ૫૨ શરીર. એ કમળને અડતા નથી. આહાહા..! અંતરીક્ષ. અમે ગયા હતા, ત્યાં અંતરીક્ષ’માં કહ્યું હતું કે, જે અંતરીક્ષ છે એ તો દિગંબરનું જ છે, પણ તકરાર કરે તો શું કરવું? શ્વેતાંબરનું અંતરીક્ષ છે જ નહિ. સિંહાસન ને કમળ ને ઉ૫૨ ભગવાન એવી વાત છે જ નહિ. ત્યાં અંતરીક્ષ નામ પડ્યું છે એની મોટી તક૨ા૨ કરે છે. ત્યાં એક શ્વેતાંબર સાધુ રોકાણા છે. મૂર્તિઓને બગાડી નાખવી ને આમ કરવું. પત્રમાં આવ્યું છે. અરે..! ભગવાન! ભાઈ! અંતરીક્ષ શબ્દ જ દિગંબરનો છે. પંડિતજી! અંતરીક્ષ છે ને? તો અંતરીક્ષ તો કચાં શ્વેતાંબરમાં તો એવું છે જ નહિ. મેં ત્યાં કહ્યું હતું. અંતરીક્ષ
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy