SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કળા-૧૯૯ ૧૬૯ શાસ્ત્રોનું જાણપણું છે તો બીજા કરતા એનામાં કાંઈક ફેર તો છે કે નહિ? કોઈ એમ કહે. છે? “કાંઈક વિશેષ હશે; (એમ) કોઈ કહે પરંતુ વિશેષ તો કાંઈ નથી. આહાહા...! “ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે....” જૈનની ક્રિયા કરે છે, બ્રહ્મચર્ય પાળે છે, વ્રત પાળે છે, આહાહા...! જિનેશ્વરે કહ્યા એવા વ્યવહારના વ્રત પાળે છે... આહાહા...! તો “કાંઈક વિશેષ હશે; પરંતુ વિશેષ તો કાંઈ નથી.” આહાહા...! “કેવા છે તે જીવો?” “તુ કે આત્માનું વર્તારમ્ પશ્યન્તિ’ બસઅહીં વાત છે). પાઠમાં તો એમ લીધું છે, છ કાયના જીવની દયા હું પાળી શકું છું. મૂળ પાઠમાં એ છે. ચારિત્રની વ્યાખ્યા. છ કાય જીવ છે, એકેન્દ્રિય, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિની દયા હું પાળી શકું છું, તેની રક્ષા હું કરી શકું છું. તો જેમ ઈશ્વરકર્તા માનનારા છે તેમ આ છ કાયના જીવોની હું દયા પાળી શકું છે, બેય એક જાતિની શ્રદ્ધાવાળા છે. એ સામાન્યજનની વ્યાખ્યા છે. મૂળ પાઠમાં એ છે. સમજાય છે કાંઈ? આહાહા.! મુમુક્ષુ :- ગૃહીત મિથ્યાદૃષ્ટિથી તો એનામાં ફરક પડે ને? ઉત્તર :- નથી અને માને છે એ ગૃહીત મિથ્યાદૃષ્ટિ છે. સાધુપણું છે નહિ, એવી ક્રિયાકાંડમાં શ્રાવકપણું પણ નથી અને માને છે કે, અમે શ્રાવક છીએ. એ ગૃહીત મિથ્યાષ્ટિ છે. મુમુક્ષુ :- કોઈ એવો હોય કે મુનિ થયો હોય અને ગૃહીત મિથ્યાત્વ છોડ્યું હોય. ઉત્તર :- ગૃહીત મિથ્યાત્વ છોડ્યું હોય પણ અહીં તો એ પણ નથી. અહીં તો ગૃહીત મિથ્યાષ્ટિની સમતોલમાં નાખવા છે. સમાન કહ્યું ને? સમાન કહ્યું ને? જુઓને કોની જેમ?” એમ લીધું છે ને. આહાહા...! અહીં તો ભઈ એક એક શબ્દની કિમત છે. “કોની જેમ?” ત્યાં મૂળ પાઠમાં તો સામાન્યજનનો અર્થ એ લીધો છે કે, ઈશ્વરના કર્તા માને છે ને? એ ઈશ્વરને કર્તા માનનારા જીવ અને આ રાગનો કર્તા માનવાવાળો જીવ, બેય એક સરખી દૃષ્ટિવાળા છે. આહાહા...! અને ત્યાં બંધ અધિકારમાં તો એમ લીધું છે કે, જે શાસ્ત્રનું જ્ઞાન છે એ શબ્દનું જ્ઞાન છે, એમ ત્યાં લીધું છે. એ આત્માનું જ્ઞાન નહિ. અજ્ઞાનીને શાસ્ત્રનું અગિયાર અંગનું જ્ઞાન થાય તો ત્યાં પાઠ એવો લીધું છે કે, એ શબ્દજ્ઞાન છે, શબ્દનું જ્ઞાન છે, શબ્દનું જ્ઞાન છે. એમ લીધું છે. અને ત્યાં નવ તત્ત્વની શ્રદ્ધા લીધી છે, ત્યાં નવ તત્ત્વ લીધા છે. કોની શ્રદ્ધા? કે, નવ તત્ત્વ. શ્રદ્ધા કોની? કે, નવ તત્ત્વ. એમ લીધું છે. એ નવ તત્ત્વની શ્રદ્ધા, ભેદવાળી, હોં! એ મિથ્યાદૃષ્ટિ છે. અને છ કાયના જીવની દયા એ ચારિત્ર, એમ ત્યાં લીધું છે. છ કાયની દયા. પંચ મહાવ્રતની વાત નથી લીધી, એક લીધું કેમકે એકમાં ચારે સમય જતા હોય. છ કાયની દયા, છ કાયની રક્ષા કરું છું. ઈશ્વર જેમ જગતનો કર્તા છે એમ માને છે), આ કહે કે, છ કાયના જીવની દયાનો હું કર્તા (છું). આહાહા...! એમ વાત છે, ભગવાની વાત તો એવી છે, પ્રભુ! સત્ય તો આ રીતે છે. તેથી સમાન કીધું છે. મૂળ પાઠમાં પણ એમ છે. આહાહા.!
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy