SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૪ સંવત્સરી છમછરી, વાર્ષિક ઉત્સવ. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સંવર-કર્મ આવવાનાં દ્વારને બંધ કરવાં. સંવૃત્ત-સંવર સહિત, આસવ નિરોધ કરનાર. સંવેગ-વૈરાગ્યભાવ: મોક્ષની અભિલાષા: ધર્મ, ધર્મના ફળમાં પ્રીતિ. સંસાર-જીવોને ફરવાનું સ્થળ. તે ચાર ગતિરૂપ છે. સંસારાનુપ્રેક્ષા-સંસાર અપાર દુઃખરૂપ છે, તેમાં આ જીવ અનાદિકાળથી ભટક્યા કરે છે એમ વિચાર કરવો. સંસારાભિચિ સંસાર પ્રત્યે ઘણો ભાવ. સંસ્થાન આકાર. સાખી બે ચરણોનો એક પ્રકારનો દોહરો કે પદ, ગઝલ લાવી. સાતાવેદનીય-જે કર્મના ઉદયથી જીવને સુખની સામગ્રી મળે. સાધુ-આત્મદશાને સાથે તે; સજ્જન; સામાન્યપણે ગૃહવાસ ત્યાગી મૂળ ગુણના ધારક તે, સામાયિક-બે ઘડી સુધી સમતા ભાવમાં રહેવું. સિદ્ધ-આઠ કર્મથી મુક્ત થયેલો શુદ્ધ આત્મા; સિદ્ધ પરમાત્મા. સિદ્ધાંતોધ-સિદ્ધાંતબોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાનીપુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે, તે જે પ્રકારથી ઘાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ તે સિદ્ધાંતોંધ. (પત્ર ૫૦૬) સિરિ-યોગથી મળતી આઠ શક્તિઓમાંની દરેક- (અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ. પશિત્વ સિદ્ધિમોહ-સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની અને બતાવવાની લાલચ. સુખદ-સુખ આપનાર. સુખાભાસ-સુખ નહીં પણ સુખ જેવું લાગે; કલ્પિત સુખ. સુધર્માસ્વામી ભગવાન મહાવીરના એક ગણધર, તેમણે રચેલાં આગમ હાલ વિદ્યમાન છે. સુધારસ-મુખમાં ઝરતો એક પ્રકારનો રસ, તે આત્મસ્થિરતાનું સાધન ગણાય છે. સુલભબોધિ-જેને સહજમાં સમ્યગ્દર્શન થઈ શકે. સોપક્રમ આયુષ્ય-શિથિલ-એકદમ ભોગવી લેવાય તેવું આયુષ્ય. સંઘ-બે અથવા બેથી અધિક પરમાણુઓના જથ્થાને સંઘ કહે છે. સીવેદ કર્મ-જે કર્મના ઉદયથી પુરુષની ઇચ્છા થાય. સ્થવિરકલ્પ-જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્ર- મર્યાદાએ વર્તવાનો, ચાલવાનો જ્ઞાનીઓએ મુકરર કરેલો, બાંધેલો, નક્કી કરેલો માર્ગ, નિયમ, સ્થિતપ્રજ્ઞદશા-મનુષ્યમનમાં રહેલી સર્વ વાસનાઓને છોડી દે, અને અન્તરાત્મામાં જ સંતુષ્ટ રહી આત્મસ્થિરતા પામે તે દશા. (ગીતા અ. ૨) સ્થિતિબંધ-કર્મની કાલમાંદા, સ્થિતિસ્થાપકશા-વીતરાગ દશા; મૂળસ્થિતિમાં ફરી આવી જવું. સ્યાત્પદ-કંથચિત્; કોઈ એક પ્રકારે સ્યાદ્વાદ-દરેક વસ્તુને એકથી વધારે ધર્મો હોય છે, તે બધા ધર્મોને લક્ષમાં રાખીને કોઈ અપેક્ષાપૂર્વક બોલવું; અનેકાંતવાદ. સ્વ ઉપયોગ આત્માનો ઉપયોગ. સ્વચ્છંદ-પોતાની મરજી પ્રમાણે અહંકારે ચાલવું. “પરમાર્થનો રસ્તો બાદ કરીને વાણી કરે. આ જ પોતાનું ડહાપણ અને તેને જ સ્વચ્છંદ કહેલ છે.” (ઉપદેશછાયા પૃષ્ઠ ૬૯૬) સ્વદ્રવ્ય-અનંતગુણ પર્યાયવાળો એવો પોતાનો આત્મા તે સ્વદ્રવ્ય. સ્વધર્મ-આત્માનો ધર્મ, વસ્તુનો પોતાનો સ્વભાવ. સ્વ સમય-પોતાનું દર્શન, મત અથવા સમય તે આત્મા તેથી પોતાનો શુદ્ધ આત્મા. સ્વાત્માનુભવ-પોતાના આત્માનું વેદન. “એક સમ્યક ઉપયોગ થાય તો પોતાને અનુભવ થાય કે કેવી અનુભવ દશા પ્રગટે છે !’” (ઉપદેશછાયા) હુ હસ્તામલકવત્-હાથમાં રહેલા આંબળાની સમાન, સ્પષ્ટ. હાવભાવ-શૃંગાર યુક્ત ચેષ્ટા. હુંડાવસર્પિણી કાલ અનેક કલ્પો પછી જે ભયંકર કાલ આવે છે તે, જેમાં ધર્મની વિશેષ હાનિ થઈ, અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર પામે છે, હેય-નજવા યોગ્ય પદાર્થ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy