SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૨૩ હું સિદ્ધાંતો દેખવાથી તે તજી દઈને ચોથો ગ્રહણ કર્યો. વળી તે તજી દેવાની કોઈ કારણથી ફરજ પડવાથી તે મુકીને પાંચમો ધર્મ ગ્રહણ કર્યો. એમ અનેક ધર્મ જૈનધર્મ સિવાયના લીધા અને મૂક્યા. જૈનધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચોંટ્યો જ નહોતો. ઘણા ધર્મની લેમેલમાં મેં છેવટે આવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધા ય ધર્મ મિથ્યા છે. ધર્માચાર્યોએ જેને જેમ રુચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે. બાકી કશુંયે નથી. જો ધર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ધર્મ કાં ન હોત ? આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. સંસારીશૃંગાર એ જ મેં તો મોક્ષ ઠરાવ્યું. પાપ નથી, પુણ્ય નથી, ધર્મ નથી, કર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, એ સઘળાં પાખંડો છે. જન્મ પામવાનું કારણ માત્ર સ્ત્રી-પુરુષનો સંયોગ છે, અને જરેલું વસ્ત્ર જેમ કાળે કરીને નાશ પામે છે તેમ આ કાયા હળવે હળવે ઘસાઈ છેવટે જીવનરહિત થઈ જઈ નાશ પામે છે. બાકી સઘળું મિથ્યા છે. આવું મારા અંતઃકરણમાં દેઢ થવાથી મને જેમ રુચ્યું, મને જેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિનાં આચરણ કરવા માંડ્યાં. રાંકડી રૈયતને પીડવામાં કોઈ પણ પ્રકારની કચાશ મેં રાખી નહીં. શિયળવંતી સુંદરીઓનાં શિયળભંગ કરાવીને મેં આકરા હેર બોલાવી દેવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નહીં. સજ્જનોને દંડવામાં, સંતોને રિબાવવામાં અને દુર્જનોને સુખ દેવામાં મેં એટલાં પાપ કર્યાં છે કે કોઇ પણ પ્રકારની ન્યૂનતા રાખી નથી. હું ધારું છું કે મેં એટલાં પાપ કર્યાં છે કે એ પાપનો એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તો તે મેરુથી પણ સવાયો થાય ! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ધર્માચાર્યો હતા. આવી ને આવી ચંડાળમતિ મારી હમણાં સુધી રહી. માત્ર અદ્ભુત કૌતુક બન્યું કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ. હવે એ કૌતુક હું આપની સમક્ષ નિવેદન કરું છું.- હું ઉજ્જયની નગરીનો અધિપતિ છું. મારું નામ ચંદ્રસિંહ છે. ખાસ દયાળુઓનાં દિલ દુભાવવાને માટે પ્રબળ દળ લઈને આજે શિકારને માટે ચઢ્યો હતો. એક રંક હરણની પાછળ ધાતાં હું સૈન્યથી વિખૂટો પડ્યો. અને આ તરફ તે હરણની પાછળ અશ્વ દોડાવતો દોડાવતો નીકળી પડ્યો. પોતાનો જાન બચાવવાને માટે કોને ખાએશ ન હોય ? અને તેમ કરવા માટે એ બિચારા હરણે દોડવામાં કશીયે કચાશ રાખી નથી. પરંતુ એ બિચારાની પાછળ આ પાપી પ્રાણીએ પોતાનો જુલમ ગુજારવા માટે અશ્વ દોડાવી તેની નજદીકમાં આવવા કંઈ ઓછી તદબીર કરી નથી. છેવટે આ બાગમાં તે હરણને પેસતું દેખી કમાન ઉપર બાણ ચડાવી મેં છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશમાત્ર પણ દયાદેવીનો છાંટો નહોતો. આખી દુનિયાના ઢીમર અને ચંડાળનો સરદાર તે હું જ હોઉં એવું મારું કાળજું ક્રૂરાવેશમાં ઝોકાં ખાતું હતું. મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડો પાપાવેશ ઊપજ્યો, તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો. દોડાવતાં દોડાવતાં જેવો આ સામી દેખાતી ઝાડીના ઘાડા મધ્યભાગમાં આવ્યો તેવો જ ઘોડો ઠોકર ખાઈને લચડ્યો. લથડ્યા ભેળો તે ણડકી ગયો. અને ભડકી ગયા ભેળો તે ઊભો થઈ રહ્યો, જેવો ઘોડો લથડ્યો હતો તેવો જ મારો એક પગ એક બાજુના પાગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક વેંતને છેટે લટકી રહ્યો હતો. મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નીસરી પડી હતી. આથી કરીને જો હું ઘોડા ઉંપર ચડવા જાઉં તો તે તીખી તલવાર મને ગળાડૂંકડી થવામાં પળ પણ ઢીલ કરે તેમ નહોતું જ, અને નીચે જ્યાં દૃષ્ટિ કરી જોઉં છું ત્યાં એક કાળો તેમ જ ભયંકર નાગ પડેલો દીઠો. મારા જેવા પાપીનો પ્રાણ લેવાને કાજે જ અવતરેલો તે કાળો નાગ જોઈને મારું કાળજું કંપી ગયું. મારા અંગેઅંગ થરથર ધ્રૂજવા મંડ્યાં. મારી છાતી ધબકવા લાગી. મારી જિંદગી હવે ટૂંકી થશે ! રે હવે ટૂંકી થશે ! આવો ધ્રાસકો મને લાગ્યો. હે ભગવન્ ! અગાઉ દર્શાવ્યા પ્રમાણે તે વખતે હું નીચે ઊતરી શકું તેમ નહોતો અને ઘોડા ઉપર પણ ચહી શકું તેમ નહોતો. હવે કોઈક તદબીર એ જ કારણથી શોધવામાં હું ગૂંથાયો. હું
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy