SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ર ૮૩૧ જડ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એ જડ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય ચેતન છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદગલ અને જીવ અનંત દ્રવ્ય છે. દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે. ܀܀܀܀ ૨૫ પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વમાવા જોઈએ. પરમ નિર્દોષ શ્રુત. પરમ પ્રતિ. પરમ પરાક્રમ. પરમ ઇન્દ્રિયજય. ૧ મૂળનું વિશેષપણું. ܀܀܀܀܀ ર માર્ગની શરૂઆતથી અંતપર્યંતની અદ્ભુત સંકળના. ૩ નિર્વિવાદ- ૪ મુનિધર્મપ્રકાશ. ૫ ગૃહસ્થધર્મપ્રકાશ. ૬ નિગ્રંથ પરિભાષાનિધિ- ૭ શ્રુતસમુદ્ર પ્રવેશમાર્ગ. ܀܀܀܀܀ ૨૬ [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૫ ] | હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૭ | [ હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૮ ] સ્વપર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે ! ત્વરાથી કરી લે ! અપ્રમત્ત થા - અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારનો પણ ભરુંસો આર્ય પુરુષોએ કર્યો છે ? હૈ પ્રમાદ ! હવે તું જા. જો, હું બ્રહ્મચર્ય । હવે તે પ્રસન્ન થા, પ્રસન્ન થા હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. હૈ દીર્ધસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે ? હૈ બોધબીજ ! તું અત્યંત હસ્તામલકવન વર્ત, વર્ત હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. હૈ ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે યોગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ. | હાથનોંધ ૩, પૃષ્ઠ ૫૯ |
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy