SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૭૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ૪ ‘યોગદૃષ્ટિ’માં છયે ભાવ- ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક, અને સાન્નિપાતિક- નો સમાવેશ થાય છે, એ છ ભાવ જીવના સ્વતત્ત્વભૂત છે. ૫ જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તો અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે 'ઉત્તરાધ્યયનસૂત્ર'માં 'અનાચાર' નામે અધિકાર છે. (અધ્યયન ૬ ઠ્ઠું) 5 જ્ઞાનીના સિદ્ધાંતમાં હેર હોઈ શકે નહીં. ૭ સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે; પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે. ૮ દિગંબરનાં તીવ્ર વચનોને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે. શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો. ૯ ‘શાલ્મલિ વૃક્ષ' નરકને વિષે નિત્ય અશાતારૂપે છે. ખીજડાને મળતું તે વૃક્ષ થાય છે. ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે, તે અધ્યવસાય વતાં, નંદનવન સમાન છે. ૧૦ જિનમુદ્રા બે પ્રકારે છે- કાયોત્સર્ગ અને પદ્માસન. પ્રમાદ ટાળવાને બીજાં ઘણાં આસનો કર્યા છે, પણ મુખ્યત્વે આ બે આસનો છે. ૧૧ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, प्रसन्नं वदनकमलमंकः वदनकमलमंकः कामिनीसंगशून्यः । । करयुगमपि यते शस्त्रसंबंधवंध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ દર ચૈતન્યનો લક્ષ કરનારની બલિવરી છે ! ૧૩ તીર્થ-તરવાનો માર્ગ. ૧૪ અરનાથ પ્રભુની સ્તુતિ મહાત્મા આનંદઘનજીએ કરેલ છે. શ્રી આનંદઘનજીનું બીજું નામ ‘લાભાનંદજી’ હતું. તેઓ તપગચ્છમાં થયા છે. ૧૫ વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી; મતાચાર્યે મારી નાખ્યા છે. ૧૬ “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાય પસારીને, ક ઉદધિવિસ્તાર.' ૧૭ ત્રણ પ્રકારે ઈશ્વરપણું જણાય છેઃ- (૧) જડ તે જડાત્મકપણે વર્તે છે. (૨) ચૈતન્ય- સંસારી જીવો વિભાવાત્મકપણે વર્તે છે. (3) સિદ્ધ- શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. ૧૦ મોરબી, અષાડ સુદ ૧૩, ભોમ, ૧૯૫૬ ૧ ‘ભગવતી આરાધના' જેવાં પુસ્તકો મધ્યમ અને ઉત્કૃષ્ટભાવના મહાત્માઓને તથા મુનિરાજોને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતઘ્ની થાય છે; તેઓને તેથી ઊલટો અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે. ૨ મોક્ષમાર્ગ એ અગમ્ય તેમ જ સરળ છે, અગમ્ય - માત્ર વિભાવદશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ાલીને વૈદા કરવાનાં કુળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે, અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી. સરળઃ- મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલોક વખત જાય ને તેને સમજતાં વધારે વખત જવો જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy