SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સાનુકૂળતા હોય તો થાય છે, તેમ જો પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયોપશમાદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો ‘જાતિસ્મરણજ્ઞાન’ થાય. પૂર્વસંજ્ઞા કાયમ હોવી જોઈએ. અસંજ્ઞીનો ભવ આવવાથી જાતિસ્મરણજ્ઞાન’ ન થાય. કદાપિ સ્મૃતિનો કાળ થોડો કહો તો સો વર્ષનો થઈને મરી જાય તેણે પાંચ વર્ષે જે જોયું અથવા અનુભવ્યું તે પંચાણું વર્ષે સ્મૃતિમાં રહેવું ન જોઈએ, પણ જો પૂર્વસંજ્ઞા કાયમ હોય તો સ્મૃતિમાં રહે. ૩ આત્મા છે. આત્મા નિત્ય છે. પ્રમાણોઃ- (૧) બાલકને ધાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે ? તે પૂર્વાભ્યાસ છે. (ર) સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીનો સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે. ૪ નિઃસંગપણું એ વનવાસીનો વિષય છે એમ જ્ઞાનીઓએ કહેલ છે તે સત્ય છે. જેનામાં બે વ્યવહાર, સાંસારિક અને અસાંસારિક હોય તેનાથી નિ સંગપણું થાય નહીં. ૫ સંસાર છોડ્યા વિના અપ્રમત્ત ગુણસ્થાનક નથી. અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૬ ‘અમે સમજ્યા છીએ’, ‘શાંત છીએ’, એમ કહે છે તે તો ઠગાયા છે. ૭ સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી; પણ તે ધ્યાનમાં રાખવાનું છે. ૮ પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે. પોતાનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યો હતી. તે જગ્યોએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણ કે તે કયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. ૯ ગ્રંથિના બે ભેદ છે- એક દ્રવ્ય, બાહ્મગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ છ૦); બીજી ભાવ, અભ્યન્તર ગ્રંથિ (આઠ કર્મ ઇ૦), સભ્ય પ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્તે તે 'નિર્ણયો' ૧૦ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવ જેને છોડવા જ નથી તેને વસ્ત્રનો ત્યાગ હોય, તોપણ તે પારલૌકિક કલ્યાણ શું કરે ? ૧૧ સક્રિય જીવને અબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી. ૧૨ રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેનાં સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. ૧૩ રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારણોના અભાવે બંધ થતો નથી. રાગાદિના પ્રયોગે કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મનો અભાવ સર્વ સ્થળે જાણવો. ૧૪ આયુ કર્મ સંબંધી - (કર્મગ્રંથ) (અ) અપવર્તન-વિશેષકાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે, ભોગવાય. ૧. ધર્મસંગ્રહણી ગ્રંથ, ગાથા ૧૦૭૦, ૧૦૭૧, ૧૦૭૪, ૧૦૭૫.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy