SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૧૪૭ બની શકે તેટલો પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. ૭૫૩ ૧૪૮ ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંઘયણ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમાં ગુણસ્થાનક ઉપરનો વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા યોગ્ય છે, ૧૪૯ સિંહના દાખલાની માફકઃ- સિંહને લોઢાના જબરજસ્ત પાંજરામાં પૂરવામાં આવ્યો હોય તો તે અંદર રહ્યો પોતાને સિંહ સમજે છે, પાંજરામાં પુરાયેલો માને છે; અને પાંજરાની બહારની ભૂમિકા પણ જાએ છે; માત્ર લોઢાના મજબૂત સળિયાની આડને લીધે બહાર નીકળી શકતો નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર સુપ્રતીત થઈ શકે છે. ૧૫૦ આ પ્રમાણે છતાં જીવ મતભેદાદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. ૧૫૧ મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી બાબત છે, અર્થાત્ તેમાં મોક્ષ નથી. માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે. ૧પર શુભાશુભ, અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે. અલ્પ અલ્પ બાબતમાં પણ દોષ માનવામાં આવે ત્યાં મોક્ષ થતો નથી. લોકરૂઢિમાં અથવા લોકવ્યવહારમાં પડેલો જીવ મોક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતો નથી, તેનું કારણ તેને વિષેનું રૂઢિનું અથવા લોકસંજ્ઞાનું માહાત્મ્ય છે. આથી કરી બાદરક્રિયાનો નિષેધ કરવામાં આવતો નથી. જે કાંઈ પણ ન કરતાં તદ્દન અનર્થ કરે છે, તે કરતાં બાદરક્રિયા ઉપયોગી છે. તોપણ તેથી કરી બાદરક્રિયાથી આગળ ન વધવું એમ પણ કહેવાનો હેતુ નથી. ૧૫૩ જીવને પોતાનાં ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારુ પ્રથમ તો કોઈને ઉપદેશ દેવાનો નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાનો છે, એ જ્ઞાનીનો ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યક્ત્વ આવવાથી (પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે (જીવની દશા ફરે છે); એટલે પ્રતિકૂળ હોય તો અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે. ૧૫૪ જૈનમાર્ગમાં હાલમાં ઘણા ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અંચલગચ્છ, લુંકાગચ્છ, ખરતરગચ્છ ઇત્યાદિ. આ દરેક પોતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે બીજા વિભાગ છ કોર્ટિ, આઠ કોર્ટિ ઇત્યાદિ દરેક પોતાથી અન્ય કોર્ટિવાળાને મિથ્યાત્વી માને છે. વાજબી રીતે નવ કોટિ જોઈએ. તેમાંથી જેટલી ઓછી તેટલું ઓછું; અને તે કરતાં પણ આગળ જવામાં આવે તો સમજાય કે છેવટે નવ કોટિયે છોડ્યા વિના રસ્તો નથી. ૧૫૫ તીર્થકરાદિ મોક્ષ પામ્યા તે માર્ગ પામર નથી. જૈનરૂઢિનું થોડું પણ મૂકવું એ અત્યંત આકરું લાગે છે, તો મહાન અને મહાભારત એવો મોક્ષમાર્ગ તે શી રીતે આદરી શકાશે ? તે વિચારવા યોગ્ય છે. ܀܀܀܀܀ ૧૫૬ મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યકૃત્વ આવે નહીં. સમ્યકત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી ૫, ૬, ૭ અને ૮ મે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યક્ત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે ! આથી સમ્યક્ત્વની ચમત્કૃતિ અથવા તેનું માહાત્મ્ય કોઈ અંશે સમજી શકાય તેમ છે. ૧૫૭ દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy