SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વ્યાખ્યાનસાર-૧ ૭૪૯ જીવરાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવરકાય અને છી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ, પરંતુ લોકમાં રખડાવનાર એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય ? તેનું સમાધાનઃ- પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. ૧૦૯ પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યકપ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે. ૧૧૦ સદ્ગુરુ ઉપદિષ્ટ યોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે. ܀܀܀ ૧૧૧ વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાવડીએ પ્રતિષ્ઠિત છે, અને કેટલાક સ્થાનકે સદ્વિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ આ દુષમ કાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે. ૧૧૨ જ્ઞાનીએ કહ્યું છે કે ‘બૂજો ! કેમ બૂજતા નથી ? ફરી આવો અવસર આવવો દુર્લભ છે !’ ૧૧૩ લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે. પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી; અર્થાત જ્ઞાની મહારાજે પ્રકાશ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી; તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કરી દો. ܀܀܀܀܀ મુખ્યત્વે ૧૧૪ કાળ, મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે; અને તે જીવ તથા અજીવાઅજીવમાં પુદ્ગલાસ્તિકાયમાં - વિશેષપણે સમજાય છે)માંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પર્યાયઅવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યક્પ્રચય એવા બે ધર્મ છે; અને કાળને વિષે તિર્યક્પ્રચય ધર્મ નથી, એક ઊર્ધ્વચય ધર્મ છે. ૧૧૫ ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યક્પ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે, કાળના સમયને તિર્થક્પ્રચય નથી, તેથી જે સમય ગયો તે પાછો આવતો નથી. ૧૧૬ દિગંબરઅભિપ્રાય મુજબ ‘કાળદ્રવ્ય’ના લોકમાં અસંખ્યાતા અણુ છે. ૧૧૭ દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે; કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. ૧૧૮ અસંખ્યાતને અસંખ્યાતા ગુણા કરતાં પણ અસંખ્યાત થાય, અર્થાત્ અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. ૧૧૯ એક આંગુલના અસંખ્યાત ભાગ-અંશ-પ્રદેશ તે એક આંગુલમાં અસંખ્યાત છે. લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે. ગમે તે દિશાની સમણિએ અસંખ્યાત થાય છે. તે પ્રમાણે એક પછી એક, બીજી. ત્રીજી સમશ્રેણિનો સરવાળો કરતાં જે સરવાળો થાય તે એક ગણું, બે ગણું, ત્રણ ગણું, ચાર ગણું થાય, પણ અસંખ્યાત ગણું ન થાય; પરંતુ એક સમશ્રેણિ જે અસંખ્યાત
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy