SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર મિથ્યાત્વર્થી, સંશયથી કર્યા છે એમ કહ્યું છે. આ વચનો બહુ જ ભારે નાંખ્યાં છે, ત્યાં આગળ ઘણો જ વિચાર કરી પાછું વર્ણન કર્યું છે કે અન્ય દર્શનો, વેદાદિના ગ્રંથો છે તે જો સમ્યક્દૃષ્ટિ જીવ વાંચે તો સમ્યક્ રીતે પરિણમે; અને જિનના અથવા ગમે તેવા ગ્રંથો મિથ્યાર્દષ્ટિ વાંચે તો મિથ્યાત્વરૂપે પરિણમે. જીવને જ્ઞાનીપુરુષસમીપે તેમનાં અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતો નથી. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાનીપુરુષસમીપ તેમનાં અપૂર્વ વચનો સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય, જો પૂર્વના સંસ્કારથી તે વચનો અંતર્પરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય: અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મત્સ્યે બધી ભુલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય, બહારથી વચન સાંભળીને અંતપરિણામ થાય નહીં, તો જેમ સગડીથી વેગળા ગયા એટલે ટાઢ વાય તેની પેઠે દોષ ઘટે નહીં. કેશીસ્વામીએ પરદેશી રાજાને બોધ દેતી વખતે ‘જડ જેવો’, ‘મૂઢ જેવો’, કહ્યો હતો તેનું કારણ પરદેશી રાજાને વિષે પુરુષાર્થ જગાડવા માટેનું હતું. જડપણું, મૂઢપણું મટાડવાને માટે ઉપદેશ દીધો છે. જ્ઞાનીનાં વચનો અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહીં. બાલજીવો એમ વાતો કરે છે કે છદ્મસ્થપણાથી કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બોલ્યા હતા. પણ એમ નથી. તેમની પરમાર્થ અર્થે જ વાણી નીકળી હતી. જડપદાર્થને લેવામૂકવામાં ઉન્માદી વર્તે તો તેને અસંયમ કહ્યો; તેનું કારણ એ છે કે ઉતાવળથી લેવામૂકવામાં આત્માનો ઉપયોગ ચૂકી જઈ તાદાત્મ્યપણું થાય. આ હેતુથી ઉપયોગ ચૂકી જવો તેને અસંયમ કહ્યો. મુહપત્તી બાંધીને જૂઠ્ઠું બોલે, અહંકારે આચાર્યપણું ધારી દંભ રાખે અને ઉપદેશ દે તો પાપ લાગે; મુહપત્તીથી જયણાથી પાપ અટકાવી શકાય નહીં. માટે આત્મવૃત્તિ રાખવા ઉપયોગ રાખવો. જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરનો સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તો વિશેષ દોષ લાગે છે તેનું તો ભાન નથી. માટે જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાતના ના થાય તેવો ઉપયોગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તો તે કલ્યાણનો મુખ્ય માર્ગ છે. શ્રી આચારાંગ સૂત્ર મધ્યે કહ્યું છે કે “આસવા તે પરિસવા,” ને જે “પરિસવા તે આસવા.” આસવ છે તે જ્ઞાનીને મોક્ષના હેતુ થાય છે. અને જે સંવર છે, છતાં તે અજ્ઞાનીને બંધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયોગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી. ઉપયોગ બે પ્રકારે કહ્યાઃ- ૧. દ્રવ્યઉપયોગ, ૨. ભાવઉપયોગ. દ્રવ્યજીવ; ભાવજીવ. દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળ પદાર્થ છે. ભાવજીવ તે આત્માનો ઉપયોગ-ભાવ છે. ભાવજીવ એટલે આત્માનો ઉપયોગ જે પદાર્થમાં તાદાત્મ્યરૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. જેમ ટોપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ તાદાત્મ્યપણે પરિણમે તો ટોપીઆત્મા કહીએ. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે, તેમાં ક્ષાર, ગંધક નાંખીએ તો ગંધકનું પાણી કહેવાય. લૂણ નાંખીએ તો લૂણનું પાણી કહેવાય. જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્યપણું થયે, તે જ આત્મા તે પદાર્થરૂપ થાય. તેને કર્મબંધની અનંત વર્ગણા બંધાય છે, અને તે અનંત સંસાર રઝળે છે. પોતાના ઉપયોગમાં, સ્વભાવમાં આત્મા રહે તો કર્મબંધ થતો નથી. પાંચ ઇંદ્રિયોનો પોતપોતાનો સ્વભાવ છે. ચક્ષુનો દેખવાનો સ્વભાવ છે તે દેખે છે. કાનનો સાંભળવાનો સ્વભાવ છે તે સાંભળે છે. જીભનો સ્વાદ, રસ લેવાનો સ્વભાવ છે તે ખાટો, ખારો
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy