SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ પાયા ૧૯૫ નુબંધીની ચાર પ્રકૃતિ ચક્રવર્તી સમાન છે. તે કોઈ રીતે ગ્રંથિમાંથી નીકળવા દે નહીં. મિથ્યાત્વ રખવાળ છે. આખું જગત તેની સેવા ચાકરી કરે છે ! પ્રo:- ઉદયકર્મ કોને કહીએ ? Ś:- ઐશ્વર્યપદ પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે કે "આ મારે જોઈતું નથી; મારે આને શું કરવું છે ?' કોઈ રાજા પ્રધાનપણું આપે તોપણ પોતે લેવા ઇચ્છું નહીં. 'મારે એને શું કરવું છે ? ઘરસંબંધીની આટલી ઉપાધિ થાય તો ઘણી છે.' આવી રીતે ના પાડે; ઐશ્વર્યપદની નિરિચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઇચ્છે તેને લીધે આવી પડે, તો તેને વિચાર થાય કે ‘જો તારે પ્રધાનપણું હશે તો ઘણા જીવોની દયા પળાશે, હિંસા ઓછી થશે, પુસ્તકશાળાઓ થશે, પુસ્તકો છપાવાશે.' એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્યભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઇચ્છાસહિત ભોગવે, અને ઉદય કહે તે તો શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય. કેટલાક જીવો મોહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે. ‘દીક્ષા લેવાથી સારા સારા નગરે, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે, ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તો સાધારણ ખેડૂતો કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડા પગે ચાલે છે, તો તેની પેરે સહજ થઈ રહેશે; પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે.' આવી ભાવનાથી દીક્ષા લેવાનો જે વૈરાગ્ય થાય તે ‘મોહગર્ભિત વૈરાગ્ય. પૂનમને દહાડે ઘણા લોકો ડાકોર જાય છે, પણ કોઈ એમ વિચારતું નથી કે આથી આપણું કલ્યાણ શું થાય છે ? પૂનમને દહાડે રણછોડજીનાં દર્શન કરવા બાપદાદા જતા તે જોઈ છોકરાં જાય છે, પણ તેનો હેતુ વિચારતાં નથી. આ પ્રકાર પણ મોહગર્ભિત વૈરાગ્યનો છે. જે સાંસારિક દુઃખથી સંસારત્યાગ કરે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય સમજવો. જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી, કુળગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું માહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં. કદાગ્રહ કરવો નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમજ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન, કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં તેનો સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણો લૌકિક ભાવનાં છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું; “એને મારે જોઈતાં નથી' એ જ સમજવાનું છે. ܀܀܀܀܀ ૫ રાળજ, ભાદરવા સુદ ૬, શનિ, ૧૯૫૨ પ્રમાદથી યોગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યોગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો જ્ઞાનીને વિષે પણ સંભવે, માટે જ્ઞાનીને યોગ હોય પણ પ્રમાદ હોય નહીં. ‘સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. બાલજીવોને સમજવા સારુ સિદ્ધાંતોના મોટા ભાગનું વર્ણન જ્ઞાનીપુરુષોએ કર્યું છે. કોઈ ઉપર રોષ કરવો નહીં, તેમ કોઈ ઉપર રાજી થવું નહીં, આમ કરવાથી એક શિષ્યને બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે. જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તો સહજ વિચાર પ્રગટે; પણ મિથ્યાત્વરૂપી મોટો રોગ છે તેથી સમજવા માટે ઘણો કાળ જવો જોઈએ. શાસ્ત્રમાં જે સોળ રોગ કહ્યા છે તે સઘળા આ જીવને છે એમ સમજવું. જે સાઘન બતાવ્યાં છે તે સાવ સુલભ છે. સ્વચ્છંદી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy