SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ८ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૭ આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ૧૦૮ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કરેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કરું ? 3 કાળ કોઈને નહીં મૂકે (હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માર્નીએ નવ કાળ મૂકે કોઈને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી, કીયે કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપર્તિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રના પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માર્નીએ નવ કાળ મૂકે કોઈને ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં ફરે ૩ એ સાંકડીમાં આવિયા છટા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને, ૪ છો ખંડના અધિરાજ જે ચડે કરીને નીપજ્યા. બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીર્તિનિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, અવળા કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬ તરવાર બહાદૂર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને ૭ Audio
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy